નિવેદન / જેટલીએ કહ્યું- ચીનને સુરક્ષા પરિષદમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર

Divyabhaskar | Updated - Mar 14, 2019, 06:07 PM
Finance Minister Arun Jaitley attacks Rahul Gandhi on Nehru Giving UNSC seat to China
X
Finance Minister Arun Jaitley attacks Rahul Gandhi on Nehru Giving UNSC seat to China

  • રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરી પીએમ મોદીને ડરપોક ગણાવ્યા 
  • જેના જવાબમાં જેટલીએ કહ્યું કે, કાશ્મીર અને ચીન બન્ને મુદ્દાઓમાં નહેરુની ભૂલ 

નવી દિલ્હીઃ ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનાં ત્રણ દેશોનાં પ્રસ્તાવ પર ફરી એકવાર અડચણ પેદા કરી છે. આ અંગે ભાજપનાં નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે કહ્યું કે, ચીનની આ હરકત માટે જવાહરલાલ નેહરુને દોષી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને સીટ આપવા માટે સમર્થન કર્યુ હતુ. જેથી નહેરુ જ અસલી ગુનેગાર છે. 

જેટલીએ નેહરુના પત્રનો ઉલ્લેખ કર્યો
1.રાહુલ ગાંધીએ સવારે જ તેમના ટિ્વટમાં કહ્યું હતુ કે વડાપ્રધાન મોદી કમજોર છે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગથી તેઓ ડરે છે. આ અંગે જેટલીએ કહ્યું કે, કાશ્મીર અને ચીન બન્ને કેસમાં એક જ વ્યક્તિની ભૂલ છે. જેટલીએ આ અંગે 2 ઓગષ્ટ 1955નાં એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે નહેરુએ રાજ્યોનાં મુખ્યમંત્રીને લખ્યો હતો. 
રાહુલ જણાવે કે સાચ્ચો ગુનેગાર કોણ છે?
2.જેટલીએ ટિ્વટમાં પત્રના અંશોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવાયું હતુ કે ,અમેરિકા સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને લેવા માટે તૈયાર હતુ પણ સુરક્ષા પરિષદમાં તેઓ ભારતને તે સ્થાન આપવા માગતા હતા. પરંતુ નેહરુએ ભારતને સુરક્ષા પરિષદમાં સમાવેશ કરવા અંગેના પ્રસ્તાવને નકારતા કહ્યું કે, ચીન એક મહાન દેશ છે, તેમનું સ્થાન લેવુ એ દગાખોરી જેવુ લાગશે. 
3.રાહુલને ટોણો મારતા જેટલીએ પૂછ્યુ કે, શું કોંગ્રેસ અધ્યક્ષ જણાવશે કે ચીનને સુરક્ષા પરિષદમાં ભારતનું સ્થાન આપનાર સાચ્ચે ગુનેગાર કોણ હતુ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App