તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Farooq Abdullah Claims Imran Khan India Pakistan War Narendra Modi Meeting Jammu Kashmir Pulwama Attack

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફારુક અબ્દુલાનો દાવો- ઈમરાનના દૂતના કારણે ટળ્યું ભારત-પાકિસ્તાન યુદ્ધનું જોખમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈમરાન ખાનના સાંસદ રમેશકુમાર વનક્વાનીએ રવિવારે PM મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી
 • પુલવામા હુમલા પછી પાકિસ્તાની PM ઈમરાન ખાને કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલાં આરોપો પાયવિહોણાં છે

નેશનલ ડેસ્કઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. અને એક તબક્કે બંને દેશ વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું માનવું છે કે બંને દેશ વચ્ચે જે યુદ્ધનો માહોલ હતો તેમાં ઘટાડો નોંધાયો છે. ફારુકે કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના સલાહકારે પીએમ મોદી અને સુષમા સ્વરાજ સાથે હાલમાં મુલાકાત કરી હતી.

 

સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "મને ખુશી છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના સલાહકારને મોકલ્યો હતો, જેને PM મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાત કરી. મને આશા છે કે બંને દેશ વચ્ચે જે જંગનો માહોલ બન્યો હતો તેમાં થોડો ઘટાડો થયો છે."

 

ઈમરાનના દૂત કોણ છે?: પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે ઈમરાન ખાનના સાંસદ રમેશકુમાર વનક્વાનીએ રવિવારે PM મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.

 

મુલાકાત બાદ તેઓએ જણાવ્યું કે, "ભારતમાં મારું ઘણું ઉમળકાભેર સ્વાગત થયું, તેના માટે ભારત સરકારનો આભાર. હું વીકે સિંહ, PM મોદીને મળ્યો અને સુષમાજી સાથે વાતચીત કરી. મેં આશ્વત ક્યા કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઈ જ હાથ નથી. આપણે સકારાત્મક દિશા તરફ વધવું જોઈએ, અમે શાંતિ ઈચ્છીએ છીએ."

 

રમેશકુમાર વનક્વાની ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદની સાથે પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભ મેળામાં આવ્યાં હતા. આ પ્રતિનિધિમંડળે જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.

 

બંને દેશમાં ભારે તણાવ: પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં આશ્રીત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. હુમલા પછી પાકિસ્તાની PM ઈમરાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલાં આરોપો પાયવિહોણાં છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે જો ભારત પુરાવા આપે છે તો તેઓ કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છે.

 

તો ભારતે વડાપ્રધાન મોદીને કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાની PM પોતાને પઠાન કહે છે તો તેઓ પોતે આપેલાં વચન પર કાયમ રહે અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો