ચૂંટણી પંચે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો , 9માંથી 6 વીડિયો જાહેરાતને રદ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો  જાહેરાત આચાર સંહિતાની ભાવનાના વિરુદ્ધમાં
  • આ વીડિયો જાહેરાત રાફેલ ડીલ સાથે સંબંધિત  
  • પીએમ મોદીની બાયોપિક પર આજે લેવાશે નિર્ણય   

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના ઈલેક્ટ્રોનિક પ્રચાર અભિયાનને મોટો ઝટકો આપ્યો છે. પંચે કોંગ્રેસની 9માંથી 6 જાહેરાતોને રદ કરી દીધી છે. પંચના નિષ્ણાતોના કહ્યાંપ્રમાણે, આ વીડિયો  જાહેરાત આચાર સંહિતાની ભાવનાના વિરુદ્ધમાં હતી. નામંજૂર કરાયેલી વીડિયો જાહેરાત રાફેલ ડીલ સાથે સંબંધિત હતી.

હવે કોંગ્રેસ પ્રતિનીધીમંડળ સાથે પંચને નિર્ણય પર ફરીવિચારણા કરવા માટે વિનંતી કરશે. ઈલેક્શન કમિશનના અધિકારીઓ પ્રમાણે એક જાહેરાત વીડિયોમાં શારીરિક રીતે નબળા માણસને બતાવવામાં આવ્યો તો બીજામાં ઈજેક્શનની સિરીઝમાં રાષ્ટ્ર્ધ્વજનો કલર ભરેલો જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પંચે આ વિજ્ઞાપનને નામંજૂર કરી દીધું છે. 

 રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધી સતત ભાજપ સરકાર પર હુમલો કરી રહ્યા છે. રાહુલનો આરોપ છે કે આ ડીલમાં ગોટાળો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પીએમ મોદી પણ આ ગોટાળામાં સામેલ છે. ત્યારબાદથી જ રાહુલે ચોકીદાર ચોર છેના નારા લગાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે તેમના ચૂંટણી પ્રચારમાં પણ રાફેલ ડીલના આધારે પીએમ મોદી પર હુમલો કરવાની યોજના બનાવી છે. પરંતુ ચૂંટણી પંચના કહ્યા પ્રમાણે રાફેલ મુદ્દો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, જેથી તેનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો યોગ્ય નહીં ગણાય . 

આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા મહત્વના મામલાઓમાં કરાયેલી કાર્યવાહી પર ઉપચૂંટણી અધિકારી ચંદ્રભૂષણ કુમારે જણાવ્યું કે, મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેડકરે પંચમાં આપેલા વિવાદીત નિવેદનને આચાર સંહિતાનું પ્રથમ ઉલ્લંઘન માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના યવતમાલ વાસિમ લોકસભા  બેઠક પર પ્રચાર દરમિયાન આંબેડકરે ત્રીજી એપ્રિલે આપેલા નિવેદન પર ચૂંટણીપંચે વાંધો ઉઠાવ્યો છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિસ્તૃત રિપોર્ટની માંગ કરી છે. જેના આધારે નક્કી કરવામાં આવશે કે કાયદાની કઈ જોગાવાઈઓનું ઉલ્લંઘન થયું છે. 

આ ઉપરાંત ચૂંટણી પંચે બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીના રિલીઝ પર વિપક્ષી દળો તરફથી કરવામાં આવેલી ફરિયાદ પર  હસ્તક્ષેપ કરતા ફિલ્મ નિર્માતાઓ પાસે જવાબ માંગ્યો છે. આ મામલે ફિલ્મના ચાર નિર્માતાઓ અને ભાજપના મહાસચિવે પંચ સમક્ષ પોતાનો જવાબ આપી દીધો છે. હવે આજે આ અંગેનો નિર્ણય કરશે.