તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • EC Said BJP Got Rs 210 Crore In Electoral Bonds, All Others Rs 11 Crore In 2017 18 

ચૂંટણી પંચની સ્વીકૃતિ- ઈલેક્ટોરલ બોન્ડથી સૌથી વધારે રૂ. 210 કરોડ BJPને મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટેને માહિતી આપતા જણાવ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડથી વર્ષ 2017-18માં સૌથી વધારે રૂ. 210 કરોડનું ફંડ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. બાકી દરેક પક્ષને મળીને કુલ 11 કરોડનું ફંડ મળ્યું છે. ચૂંટણી પંચે આ વિશે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુરુવારે આ માહિતી આપી હતી.

મોદી સરકારે જ ઈલેક્ટોરલ બોન્ડની શરૂઆત કરી હતીઃ રાજકારણમાં પારદર્શકતા વધારવા અને પ્રચાર દરમિયાન રોકડના ઉપયોગ પર નજર રાખવા માટે મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડ્સની શરૂઆત કરી હતી. આ બોન્ડથી બીજેપીને જ સૌથી વધારે ફાયદો થયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ઈલેક્ટોરલ બોન્ડ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો.

ઈલેક્ટોરલ બોન્ડ હાલ માત્ર ભારતીય સ્ટેટ બેન્કમાંથી જ ખરીદી શકાય છે. એડીઆરને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI)થી માહિતી મળી હતી કે છેલ્લા એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડના વેચાણમાં 62 ટકાનો વધારો આવ્યો છે.

કોંગ્રેસ કરતાં ભાજપને પાંચ ગણું ફંડ મળ્યું હતુંઃ મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2016-17માં બીજેપીને કુલ રૂ. 997 કરોડ અને વર્ષ 2017-18માં કુલ રૂ. 990 કરોડનું ફંડ મળ્યું હતું. આ જ સમયગાળામાં આ ફંડ કોંગ્રેસને મળેલા ફંડ કરતાં પાંચ ગણુ છે. ચૂંટણી પંચ તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, એડીઆરની એક અરજી પર સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે ઈલેક્ટોરલ બોન્ડથી મળેલા ફંડ વિશેની માહિતી આપી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, બીજેપી તરફથી જે રસીદ આપવામાં આવી છે તે પ્રમાણે તેમને ઈલેક્ટોરલ બોન્ડથી રૂપિયા 210 કરોડ મળ્યા છે. બાકી અન્ય પક્ષોને કુલ 11 કરોડનો જ બોન્ડ મળ્યા છે.

દાન કરનારની ઓળખ ગુપ્ત રકખાય છે: એડીઆર તરફથી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણનો એવો પણ તર્ક હતો કે, ઈલેક્ટોરલ બોન્ડથી કોર્પોરેટ અને ઉદ્યોગોને ફાયદો થઈ રહ્યો છે અને આવા બોન્ડમાંથી મળતા ફંડનો 95 ટકા હિસ્સો બીજેપીને મળે છે. એડીઆરએ વિવિધ પાર્ટીઓ તરફથી ચૂંટણી પંચને સોપવામાં આવેલા ટેક્સના વિવરણનું વિશ્લેષણ કર્યું હતું. એડીઆર નહીં નફાના આધારે કામ કરનાર ઈલેક્શન રિસર્ચ ગ્રૂપ (એનજીઓ) છે.

કોઈ પણ દાતા તેમની ઓળખ છુપાવીને એસબીઆઈમાંથી રૂ. એક કરોડ સુધીની ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને તેમની પસંદના રાજકીય પક્ષના બેન્ક ખાતામાં જમા કરાવી શકે છે. આ વ્યવસ્થા દાન કરનારની ઓળખ નથી આપતી અને ટેક્સમાં પણ છૂટ મળે છે.

ચૂંટણી પંચે પણ તેમના નિવેદનમાં ઈલેક્ટોરલ બોન્ડ જેવી અજ્ઞાત બેન્કિંગ વ્યવસ્થાથી રાજકીય ફડિંગ વિશે શંકા વ્યક્ત કરી છે. પરંતુ કેન્દ્ર સરકારે એ દાવા સાથે બોન્ડની શરૂઆત કરી હતી કે તેનાથી રાજકીય ફંડમાં પારદર્શકતા વધશે અને વ્હાઈટ મની આવશે. નાણા મંત્રી અરુણ જેટલીએ જાન્યુઆરી 2018માં લખ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડની યોજના રાજકીય ફંડની વ્યવસ્થામાં વ્હાઈટ મની લાવશે અને પારદર્શકતા વધારશે.