તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Gets 160 Hours Of Coverage On DD News, Congress Only Half; EC Issues Notice To National Broadcaster

BJPને 160 કલાક, કોંગ્રેસને 80, ECએ દુરદર્શનને રાજકિય ભેદભાવ રોકવાનો આદેશ આપવા કહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 માર્ચે બીજેપી તરફથી 'મેં ભી ચોકીદાર' કેમ્પનના આયોજનમાં મોદીએ દેશની 500 જગ્યાએ સંબોધન કર્યું હતું, તે દુરદર્શને 85 મિનિટ લાઈવ દેખાડ્યું હતું

નવી દિલ્હી: ચૂંટણીના કવરેજને લઈને આ વખત સરકારી ચેનલ દુરદર્શન સામે ઘણી વખત સવાલો ઉભા થઈ રહ્યા છે. ચૂંટણી પંચે હવે આ મુદ્દે પણ કડક વલણ દેખાડ્યું છે. ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલયને કહ્યું કે તેઓ દુરદર્શનને આદેશ આપી રાજકીય પક્ષના કવરેજમાં કોઈ ભેદભાવ ન રાખે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, દુરદર્શને ભાજપના 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને લાઈવ દર્શાવ્યો હતો.

ચૂંટણી પંચે દલીલ કરી છે કે તેમની દેખરેખ સમિતિએ રિપોર્ટ આપ્યો છે કે, છેલ્લા એક મહિનામાં સરકારી પ્રસારક એટલે કે મીડિયા માધ્યમ દુરદર્શનના ન્યૂઝ અને ક્ષેત્રીય ચેનલોએ બીજેપીનું કવરેજ 180 કલાક દર્શાવ્યું હતું જ્યારે કોંગ્રેસનું માત્ર અડધો સમય એટલે કે 80 કલાક જ કવરેજ દર્શાવવામાં આવ્યું છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ પ્રસારણનો સમય ન્યૂઝ કાર્યક્રમ અને ભાષણ, રેલી અને અન્ય લાઈવ કવરેજનો કુલ સમયગાળો છે. ચૂંટણી પંચના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચૂંટણીના નિયમ પ્રમાણે દરેક પક્ષને બરાબરનો સમય મળવો જોઈએ. જ્યારે બીજી બાજુ દુરદર્શનનો આરોપ છે કે, બીજેપી કેન્દ્રમાં સત્તા પર છે અને અન્ય 16 રાજ્યોમાં પણ તેમની સરકાર હોવાથી તેમના કાર્યક્રમ અને રેલી અન્ય પાર્ટી કરતાં વધારે થતા હોય છે.

નોંધનીય છે કે, 31 માર્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેં ભી ચોકીદાર કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંર્તગત વડાપ્રધાન મોદીએ દેશની 500 જગ્યાએ એક સાથે લોકોને સંબોધિત કર્યા હતા. તેને દૂરદર્શન દ્વારા 85 મિનિટ સુધી લાઈવ દર્શાવવામાં આવ્યું હતું. તે વિશે ઘણી વિપક્ષી પાર્ટીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારપછી ચૂંટણી પંચે દુરદર્શન પાસે જવાબ માંગ્યો હતો.

NaMo TV મામલે પણ બબાલ થઈ હતી: દુરદર્શને તેમના જવાબમાં મેં ભી ચોકીદાર ઈવેન્ટને સરકારી કાર્યક્રમ ગણાવ્યો હતો. આ કાર્યક્રમ સિવાય પણ ચૂંટણી પંચની નજર અન્ય રાજકીય કાર્યક્રમ અને પ્રસારણ ઉપર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર બનેલા NaMo TV વિશે પણ ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું હતું. ચૂંટણીપંચે નમો ટીવીની દરેક કન્ટેન્ટ તપાસવાનો આદેશ આપ્યો હતો.