તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપે ભોપાલથી દિગ્વિજય સામે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપી, ઈન્દોર બેઠક પર હજુ પણ કોઈ નિર્ણય નહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મંગળવારે જ ભાજપમાં જોડાઈ, પાર્ટી નેતાઓને મળ્યા બાદ કહ્યું- ધર્મયુદ્ધ લડીશ અને જીતશ 
  •  વિદીશાથી રમાકાંત ભાર્ગવને ટિકિટ , ગત વખતે આ બેઠક પરથી સુષ્મા સ્વરાજ જીતી હતી   

ભોપાલ: ભાજપે અનેક દિવસોની માથાકૂટ પછી ભોપાલમાં પોતાનો ચોંકાવનારો ઉમેદવાર જાહેર કરી લીધો છે. દસ વર્ષ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહની સરખામણીમાં  ભાજપે માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ઉતાર્યા છે. તેમણે બુધવારે ભાજપનું સભ્યપદ લીધું હતું. તેના થોડા કલાકો પછી પક્ષે તેમને ટિકિટ આપી દીધી. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને દિગ્વિજય સિંહ એકબીજાના કટ્ટર વિરોધી મનાય છે. 
ભોપાલમાં 20 વર્ષ પછી ફરી સાધ્વી, 1999માં ઉમા ભારતી ચૂંટણી લડ્યાં હતાં
દિગ્વિજય સિંહ કોંગ્રેસના એ ચુનંદા નેતાઓમાંના એક છે, જેમણે યુપીએ સરકારના કાળમાં ‘ભગવા આતંકવાદ’નો મુદ્દો ઉઠાવ્યો હતો. કદાચ એટલે જ સાધ્વી પ્રજ્ઞા ભાજપને દિગ્વિજય સિંહ સામે તમામ રીતે યોગ્ય ઉમેદવાર લાગ્યા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નામની જાહેરાત કરી હતી. સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપ્યા પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરની ભાજપમાં એન્ટ્રી તેમના પક્ષની મનોદશા દર્શાવે છે. તેનાથી ખબર પડે છે કે, ભાજપનો એજન્ડા શું છે. 
ભાજપે પ્રજ્ઞાની જ પસંદગી કેમ કરી?
પહેલું કારણ : દિગ્વિજયના સૌથી મોટા વિરોધી... કારણ કે, પ્રજ્ઞા કહે છે દિગ્વિજયે હિન્દુઓ પર આતંકી હોવાનો ડાઘ લગાવ્યો છે.
બીજું કારણ : ભોપાલમાં કુલ 18 લાખ મતદારોમાં 4.5 લાખ મુસ્લિમ... ભોપાલમાં ત્રીજા ભાગના મુસ્લિમ મતદારો છે. ધ્રુવીકરણથી ભાજપને ફાયદો થશે.
ત્રીજું કારણ : મધ્ય પ્રદેશના રાજકારણ પર અસર પડી શકે... ભોપાલમાં ધ્રુવીકરણની અસર રાજ્યની અન્ય બેઠકો પર પણ પડી શકે છે.
લડીશ અને જીતીશ પણ ખરી... 
મેં ઔપચારિક રીતે ભાજપનું સભ્યપદ લઈ લીધું છે. હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરી. મને શિવરાજ સિંહ ચૌહાણનું સમર્થન છે. - પ્રજ્ઞા સિંહ ઠાકુર, ભાજપ  
સાધ્વીને શાંત શહેર પસંદ પડશે
સાધ્વી પ્રજ્ઞાજીનું ભોપાલમાં સ્વાગત છે. આશા રાખું છું કે, આ રમણીય શહેરનું શાંત, શિક્ષિત અને સભ્ય વાતાવરણ તમને પસંદ પડશે.- દિગ્વિજય સિંહ, કોંગ્રેસ

ટિકિટની જાહેરાત પહેલા સાધ્વી પ્રજ્ઞાએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના સંગઠન મહામંત્રી રામલાલ સહિત ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જે બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે આ ધર્મયુદ્ધ છે અને અમે તેને જીતીશું. મેં પાર્ટીના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી. દરેકે નક્કી કર્યુ છે કે અમે રાષ્ટ્ર વિરુદ્ધ ષડયંત્ર કરનારા લોકો સામે લડીશું, કારણ કે રાષ્ટ્રની સુરક્ષા પહેલા પછી બીજી બધી વાત. 

પ્રજ્ઞાએ જણાવ્યું કે તેઓ મંગળવારે (16 એપ્રિલ)ના રોજ પાર્ટીમાં જોડાઈ હતી. ઘણા નામોની અટકળો વચ્ચે ભાજપે છેલ્લે પ્રજ્ઞા ઠાકુરના નામ પર મહોર લગાવી દીધી. પ્રજ્ઞા માલેગાવ વિસ્ફોટ બાદ સમાચારોમાં આવી હતી   

મળતી માહિતી પ્રમાણે પ્રજ્ઞાના નામ પર મહોર લગાવવા માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે મહત્વની ભૂમિકા ભજવી છે. આ તેમની પહેલી ચૂંટણી છે. ભોપાલ બેઠક પરથી ઉમેદવારી અંગે નરેન્દ્ર સિંહ તોમર, શિવરાજસિંહ ચૌહાણ, આલોક શર્મા અને વીડી શર્માના નામ બાદ છેલ્લે પાર્ટીએ પ્રજ્ઞા ઠાકુરના નામ પર મહોર મારી છે. 

અન્ય સમાચારો પણ છે...