તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટે આરબીઆઈને પુછ્યું- ગૂગલની પેમેન્ટ એપ પરવાનગી વિના કેવી રીતે ચાલી રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જનહિત અરજી પર કોર્ટે RBI અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ ફટકારી હતી 
  •  અરજદારોએ કહ્યું - RBIએ અધિકૃતની યાદીમાં ગૂગલ એપ જી-પે સામેલ નથી 

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે RBIને પુછ્યું છે કે, તેમની પરવાનગી વિના મોબાઈલ પેમેન્ટ એપ જી-પે કેવી રીતે ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ એજે ભંભાની બેંચે બુધવારે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન આરબીઆઈને સવાલ કર્યો છે. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. 

અરજદાર અભિજીત મિશ્રાએ કહ્યું હતું કે, જી-પે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરની સેવાઓ આપીને પેમેઈન્ટ અને સેટલમેટ્સ એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યું છે કારણ કે આ આરબીઆઈ સ્વીકૃત નથી. મિશ્રાએ દલીલ કરી કે 20 માર્ચ 2019ના રોજ રિઝર્વ બેન્કે અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની યાદી જાહેર કરી હતી. જેમાં જી-પે સામેલ ન હતું.