તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Defence Minister Nirmala Sitharaman Asks Five Counter Questions To Rahul Gandhi On Rafale Deal

રાફેલ પર હવે રક્ષામંત્રી નિર્મલાએ કર્યા 5 સવાલ, રાહુલે કહ્યું- અમારા 2 સવાલના જવાબ બાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષામંત્રીના જવાબ પછી કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે, તેમને તેમના સવાલોના સ્પષ્ટ જવાબ નથી મળ્યા
  • રક્ષામંત્રીએ કોંગ્રેસના મોટા ભાગના સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તે દરમિયાન કોંગ્રેસ સામે ઘણાં સવાલો પણ ઉભા કર્યા છે

નવી દિલ્હી: રાફેલ ડીલ પર સત્તા અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબનો ક્રમ શુક્રવારથી લોકસભામાં ચાલી રહ્યો છે. જ્યાં રાહુલ ગાંધીએ સરકારને રાફેલ મામલે અમુક સવાલોના જવાબ આપવા માટે કહ્યું હતું. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મોટા ભાગના સવાલોના જવાબ આપતાં કોંગ્રેસ સામે અન્ય ઘણાં સવાલ ઉઠાવ્યા છે. જોકે રક્ષામંત્રીના જવાબ પછી પણ કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે, તેમને સવાલોના સ્પષ્ટ જવાબો નથી મળ્યા અને તેમના બે સવાલોના જવાબ તો બાકી જ છે. તો આવો જોઈએ નિર્મલા સીતારમણે કોંગ્રેસના સવાલોના જવાબ આપતી વખતે બીજા કયા સવાલ ઉભા કર્યા છે...

 

નિર્મલાનો પહેલો સવાલ

 

રક્ષામંત્રીએ કહ્યું કે, 2001 પછી ભારતના પડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં વાયુસેનાને મજબૂત કરવાની મહેનત કરવામાં આવી રહી હતી. આ દરમિયાન 2002માં નિર્ણય લેવામાં આવ્યો કે ભારતે પણ ચીન અને પાકિસ્તાનની સરખામણી કરવા જલદીથી વાયુસેનાની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. પરંતુ તે પછી પણ 2014માં યુપીએની કોંગ્રેસ સરકારે યુદ્ધના વિમાન ખરીદવાની એવી પ્રક્રિયા શરૂ કરી જે તેમના કાર્યકાળમાં પૂરી જ નથી. પરિણામ એ આવ્યું કે, 10 વર્ષ પછી પણ આવા સંવેદનશીલ મુદ્દે કોંગ્રેસ કોઈ નિર્ણય ન લઈ શકી. રક્ષામંત્રીએ સવાલ કર્યો કે, 10 વર્ષમાં મનમોહન સરકાર વાયુસેનાની જરૂરિયાત પ્રમાણેના યુદ્ધના વિમાન કેમ ન ખરીદી શકી?

 

નિર્મલાનો બીજો સવાલ


રાફેલ ડીલમાં સામેલ ઓફસેટ ક્લોઝ પર રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, આ સોદો એચએએલની જગ્યાએ અનિલ અંબાણીને કેમ આપવામાં આવ્યો. તે વિશે રક્ષામંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એચએએલ મામલે નકલી આંસુ વહાવી રહી છે. આ વિશે નિર્મલાએ ગૃહમાં કહ્યું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં રાફેલ ઉત્પાદક કંપની દસોએ એચએએલ દ્વારા નિર્મિત કરવામાં આવનાર રાફેલ વિમાનની ગેરંટી લેવાની ના પાડી દીધી હતી. કારણકે એચએએલને વિમાન બનાવવામાં અઢીગણો વધારે સમય થવાનો હતો. તેથી કોઈપણ પ્રાઈવેટ કંપનીને ઓફસેટ ક્લોઝમાં લાવવું જરૂરી છે. જ્યારે કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સંસદની સ્થાયી સમિતિએ આ વાત વિશે સ્પષટ કહ્યું હતું કે, એચએએલ પાસે આટલો મોટો પ્રોજેક્ટ સમયસર પૂરો થવાની આશા ઓછી છે. તો હવે કોંગ્રેસ એચએએલ માટે નકલી આંસુ કેમ વહાવી રહી છે?

 

નિર્મલાનો ત્રીજો સવાલ

 

રક્ષામંત્રીએ સદનને જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ફ્રાન્સની મુલાકાત પહેલાં કેન્દ્ર સરકાર તરફથી ફ્રાન્સ જતા પક્ષને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, ફ્રાન્સ સરકાર સાથે કોઈ પણ દ્વિપક્ષીય મુદ્દે વાતચીત નહીં થાય. દ્વીપક્ષીય સંબંધોમાં પ્રોટોકોલ પ્રમાણે બે દેશોની વચ્ચે કોઈ મહત્વના મુદ્દાની ચર્ચા સરકાર વચ્ચે કરવામાં આવે છે. આ સંજોગોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે રાફેલ સોદાની ચર્ચા કરી? શું વિપક્ષી પાર્ટી દ્વારા દેશના દ્વીપક્ષીય સંબંધોમાં આવી દખલગીરી યોગ્ય છે?

 

નિર્મલાનો ચોથો સવાલ


રક્ષામંત્રીએ કહ્યું કે,પૂર્વ યુપીએ સરકાર રાફેલ સોદામાં દસો સાથે માત્ર 18 યુદ્ધના વિમાન ખરીદવા વિશે કામ કરી હતી અને આ દરમિયાન બાકીના 108 વિમાનનું ઉત્પાદન એચએએલ પાસે કરાવવાનું વિચારી રહી હતી. પરંતુ યુપીએ સોદાની હકીકત એ છે કે, તે સમયની સરકારે ફ્રાન્સ સરકાર સાથે કે રાફેલ નિર્માતા દસો સાથે એચએએલમાં નિર્માણ વિશે કોઈ એગ્રીમેન્ટ કર્યું નથી. જો કોંગ્રેસ સરકાર એચએએલને આ ડીલમાં લાવવા માંગતી હતી તો તેમણે ફ્રાન્સ અથવા દસો સાથે કેમ કોઈ સમજૂતી ન કરી?

 

નિર્મલાનો પાંચમો સવાલ

 

લોકસભામાં નિર્મલા સીતારામને પૂછ્યું છેકે, શું કોંગ્રેસ સરકાર યુપીએ સરકારમાં ખરેખર ફ્રાન્સ સરકાર સાથે સોદો કરવા માંગતી હતી? નિર્મલાએ જણાવ્યું કે, યુપીએ કાર્યકાળ દરમિયાન રાફેલ સોદાને કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી યુપીએએ જ નાણાપ્રધાન દ્વારા આ ડીલ વિશે સવાલ ઉભો કરીને એક્સપર્ટ સમિતિ પાસે તપાસ કરાવી હતી. આ સમિતિએ પણ જ્યારે ડીલ વિશે મંજૂરી આપી દીધી ત્યારે યુપીએ સરકારે ફ્રાન્સ સરકાર સાથે સોદો કરવામાં પીછેહટ કરી હતી. તો કોંગ્રેસની મનમોહન સિંહ સરકારને આ ડીલમાં શું ખામી લાગતી હતી? તેમણે ત્યારે કેમ ન કરી આ ડીલ? 

 

રાહુેલ ફરી કર્યો આક્ષેપ

 

રાહુલ ગાંધીએ રાફેલ મામલે આજે ફરી ટ્વિટ કરીને કહ્યું છે કે, રક્ષામંત્રી ગૃહમાં બે કલાક બોલ્યા અને તેમ છતાં તેમણે મારા બે સરળ સવાલના જવાબ નથી આપ્યા. આ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને કેવી રીતે મળી ગયો? અને નવા સોદાથી રક્ષાવિભાગને કોઈ તકલીફ હતી? મારા આ બે સરળ સવાલોના જવાબ રક્ષામંત્રીએ આપ્યા નથી. 

 

RM spoke for 2 hrs. in Parliament, but she couldn't answer the 2 simple questions I asked her.

Watch & SHARE this video. Let every Indian ask the PM & his Ministers these questions.#2SawalDoJawab pic.twitter.com/YR8zuyO6Al

— Rahul Gandhi (@RahulGandhi) January 5, 2019


અન્ય સમાચારો પણ છે...