તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનડીના તિવારીના પુત્ર રોહિત શેખરનું નિધન, દિલ્હીના ઘરમાંથી લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2008માં રોહિત શેખર નામના એક શખ્સે કોર્ટમાં તિવારીને પોતાના બાયલોજિકલ ફાધર જાહેર કરવા અંગે કેસ કર્યો હતો
  • 27 જુલાઈ, 2012નાં રોજ કોર્ટે ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ જોયા બાદ રોહિતના પક્ષમાં નિર્ણય આપ્યો હતો
  • 22 મે, 2014નાં રોજ 89 વર્ષના નારાયણ દત્ત તિવારીએ રોહિતની મા ઉજ્જવલા શર્મા સાથે વિધિવત વિવાહ કર્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દિવંગત નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું તેમના ઘરમાં મોત થયું છે. રોહિતને અચેત અવસ્થામાં સાકેત મેક્સ હોસ્પિટલ લઈ જવાયો  હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો છે. હાલ તો તેના મોતનું કારણ સામે આવ્યું નથી.

એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારનું મોત તેમના નવી દિલ્હી સ્થિત ડિફેન્સ કોલોનીમાં આવેલા ઘરમાં થયું છે. જોઈન્ટ કમિશનર દેવેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, શેખરના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. ઘર પર હાજર નોકરોએ શેખરની માતાને ફોન કર્યો જેઓ તે સમયે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા. શેખરની માતા હોસ્પિટલથી ડિફેન્સ કોલીની પહોંચ્યા અને એમ્બ્યુલન્સમાં શેખરને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. મોતનું કારણ હજુ સુધી ક્લિયર થયું નથી.

  • 2008માં રોહિત શેખર નામના એક શખ્સે કોર્ટમાં તિવારીને પોતાના બાયલોજિકલ ફાધર જાહેર કરવા અંગે કેસ કર્યો હતો. કોર્ટના નિર્દેશ પર એનડીનો ડીએનએ ટેસ્ટ કરાયો જે તેના પુત્ર રોહિત સાથે મેચ થતો હતો. 27 જુલાઈ, 2012નાં રોજ કોર્ટે ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ જોયા બાદ રોહિતના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
  • કોર્ટે માન્યુ હતું કે નારાયણ દત્ત તિવારી રોહિતના બાયલોજિકલ ફાધર છે અને ઉજ્જવલા શર્મા બાયલોજિકલ મધર. ઘણાં લાંબા સમય બાદ અંતે 3 માર્ચ, 2014નાં રોજ તિવારીએ રોહિતના બાયલોજિકલ ફાધર હોવાની વાત સ્વીકારી હતી.

મે 2014માં તિવારી મીડિયામાં છવાયેલાં રહ્યાં. 22 મે, 2014નાં રોજ લખનઉમાં નારાયણ દત્ત તિવારીએ રોહિતની મા ઉજ્જવલા શર્મા સાથે વિધિવત વિવાહ કર્યા. આ સમયે તેની ઉંમર 89 વર્ષ હતી.