વિવાદ / ક્રિકેટર શમીની મોડલ પત્ની હસીનની ધરપકડ, શાંતિ ભંગનો આરોપ

Hasin Jahan, wife of cricketer Mohammed Shami, was arrested in Amroha in UP later released on bail
Hasin Jahan, wife of cricketer Mohammed Shami, was arrested in Amroha in UP later released on bail

  • માર્ચ 2018માં હસીન જહાંએ પતિ મો. શમી પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો હતો
  • હસીન જહાં આ પહેલાં પણ શમીના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. 

divyabhaskar.com

Apr 29, 2019, 05:14 PM IST

અમરોહા: ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસની જહાં રવિવારે રાત્રે તેના સાસરે પહોંચી હતી. ત્યાં તેણે શમીની માતા અંજુમ અને ભાઈ મોહમ્મદ કૈફ સાથે વિવાદ થયો હતો. ત્યારપછી પોલીસે હસીન જહાંની અટકાયત કરી હતી. હસીન જહાંનું કહેવું હતું કે, તે તેના પતિના ઘરે રહેવા આવી હતી. નોંધનીય છે કે, હસીન જહાંએ ગયા વર્ષે શમી પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, હસીન જહાં શમીના ઘરે પહોંચ્યા પછી હોબાળો થયો હતો. ત્યારપછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હસીનની અટકાયત કરી હતી. હસીને પોલીસને કહ્યું હતું કે, તે તેના પતિના ઘરે રહેવા આવી હતી. તેણે કહ્યું, આ મારું અને મારા પતિનું ઘર છે. હું અહીં જ રહીશ. હસીનના વકીલે જણાવ્યું કે, તેની સાથે કોઈ અયોગ્ય ઘટના ન બને તેથી તેની અટકાયત કરવામાં આવી હતી.

પહેલાં પણ કરી ચૂકી છે ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન: હસીન જહાં આ પહેલાં પણ શમીના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી ચૂકી છે. એક વર્ષ પહેલાં પણ હસીના તેના સાસરે રહેવા આવી હતી. પરંતુ તે ઘરે પહોંચે તે પહેલાં જ તેની સાસુ અને દિયર ઘરને તાળુ લગાવીને જતા રહ્યા હતા.

કોલકાતા કોર્ટમાં ચાલે છે શમી અને હસીનનો કેસ: મોહમ્મદ શમી અને હસીન વચ્ચે માર્ચ 2018થી વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ શમી વિરુદ્ધ શોષણનો આરોપ લગાવ્યો છે. હસીને શમીના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસ કોલકાતા કોર્ટમાં ચાલી રહ્યો છે.

X
Hasin Jahan, wife of cricketer Mohammed Shami, was arrested in Amroha in UP later released on bail
Hasin Jahan, wife of cricketer Mohammed Shami, was arrested in Amroha in UP later released on bail
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી