ચૂંટણી / કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ મોદી સમર્થકોને મૂર્ખ કહ્યા, ટ્વિટર યૂઝર્સથી ટાર્ગેટ થયા

divyabhaskar.com

Mar 14, 2019, 05:19 PM IST
loksabha election 2019 congress worker spandana mocked pm modi supporters on twitter later trolled
X
loksabha election 2019 congress worker spandana mocked pm modi supporters on twitter later trolled

  • સ્પંદનાના ટ્વિટ પર યુઝર્સે લખ્યું- રાહુલના ત્રણેય સમર્થકો એટલા જ મુરખ છે જેટલા કે એ પોતે
  • કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ સ્પંદનાએ પહેલાં પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કર્યું હતું

નવી દિલ્હી: કોંગ્રસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીમ ટ્વિટ કરીને તેમના સમર્થકોને મુર્ખ ગણાવ્યા છે. સ્પંદનાએ ટ્વિટર પર મીમ પોસ્ટ કરતાં જ યુઝર્સે તેમને ટાર્ગેટ કરીને ખૂબ સંભળાવ્યું હતું. સ્પંદના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ખૂબ નજીકની માનવામાં આવે છે. તેઓ પહેલાં પણ નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટીપ્પણી કરી ચૂક્યા છે.

ગઈ ચૂંટણીમાં ભાજપને 32 ટકા વોટ મળ્યા હતા
1.સ્પંદનાએ પોસ્ટમાં મોદીના ફોટો સાથે લખ્યું છે કે, શું તમે જાણો છો કે ત્રણમાંથી એક મોદી સમર્થક મુર્ખ હોય છે, જેવા બાકીના બે. એક યુઝર્સે લખ્યું કે, ગઈ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 32 ટકા વોટ મળ્યા હતા. તમે તે દરેક મતદાતાઓને મુર્ખ કહ્યા છે.
સ્પદંનાના ટ્વિટ પર યુઝર્સે કર્યા પ્રહાર
2.એક યુઝરે કહ્યું, શું તમને ખબર છે કે, તે બે માંથી કામમાં એક એટલી નબળી છે કે, તે આઈટી સેલની પ્રમુખ બની શકે છે. બીજા યુઝરે કોંગ્રેસ અધ્યક્ષના ફોટા સાથે પોસ્ટ કરી છે કે, શું તમને ખબર છે કે, રાહુલ ગાંધીના ત્રણેય સમર્થકો એટલા મુર્ખ છે જેટલા એ પોતે.
આવી ટીપ્પણીઓથી ભાજપને ફાયદો
3.ચૂંટણી જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્પંદનાની ટીપ્પણીનો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો માટે અમુક આવી જ ટીપ્પણી વિરોધી ઉમેદવાર હેલેરી ક્લિંટને પણ કરી હતી. તેનાથી ટ્રમ્પના સમર્થકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. પરિણામોમાં ટ્રમ્પને મોટી જીત મળી હતી.
પહેલાં પણ ટ્વિટ કરીને વિવાદોમાં ફસાઈ ચૂકી છે સ્પંદના
4.કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખના ઘણાં પોસ્ટર પર પહેલાં પણ વિવાદ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદી સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ અને તેમના માટે ચોર શબ્દ લખીને સપ્ટેમ્બરમાં સ્પંદના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ભાજપ આઈટી સેલના પ્રમુખે નહેરુ પર ટિપ્પણી કરી હતી
5.બીજી બાજુ ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે પણ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ વિવાદીત કમેન્ટ કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન માલવીયએ એક મહિલા સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ફોટો ટ્વિટ કરીને સંવેદનશીલ કમેન્ટ કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી