• Gujarati News
  • National
  • Congress Declare Manifesto For Lok Sabha Election 2019 Rahul Gandhi News And Updates

આજે જાહેર થશે કોંગ્રેસનો મેનિફેસ્ટો, બેરોજગારો-ખેડૂતોને ફાયદો મળવાની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેનિફેસ્ટો બનાવવા માટે કોંગ્રેસે પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી
  • રાહુલે કહ્યું- દેશ આજે જે મુશ્કેલીઓને સહન કરી રહ્યો છે  તે દરેક મુદ્દાઓનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી: કોંગ્રેસે 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ મેનિફેસ્ટોને જન અવાજ નામ આપવામાં આવ્યું છે. મેનિફેસ્ટોની ટેગલાઈન 'અમે નિભાવીશું' આપવામાં આવી છે. રાહુલે કહ્યું છે કે, મેનિફેસ્ટોમાં 5 મુખ્ય વાયદા છે. ખેડૂતો માટે અલગ બજેટ ફાળવવામાં આવશે. તેસાથે જ કૃષિ ધિરાણના ડિફોલ્ટર પર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે નહીં. મેનિફેસ્ટોની જાહેરાતમાં રાહુલ ગાંધીએ 'ગરીબી પર વાર, 72 હજાર'નું સ્લોગન પણ આપ્યું છે.

રાહુલના 5 વાયદા

1. ન્યાયઃ પહેલી થીમ ન્યાયની છે. વડાપ્રધાને કહ્યું કે, 15 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખવામાં આવશે. તેઓ જુઠ્ઠા છે. અમે તેમની વાત પકડી અને મેનિફેસ્ટો કમિટીને પૂછ્યું કે, હિન્દુસ્તાનની જનતાના એકાઉન્ટમાં કોંગ્રેસ કેટલા પૈસા નાખી શકે તેમ છે. તેમણે મને 72 હજારનો આંકડો આપ્યો. 'ગરીબી પર વાર 72 હજાર'. એક વર્ષમાં કોંગ્રેસ પાર્ટી દરેક ગરીબ વ્યક્તિના એકાઉન્ટમાં 72,000 આપી શકે તેમ છે. એક વર્ષમાં 72 હજારમાં પાંચ વર્ષમાં 3 લાખ 60,00. મોદીજીએ નોટબંધી અને જીએસટીથી જે અર્થવ્યવસ્થાને જામ કરી છે તેને અમે ફરી પાટા પર લાવીશું.

2. રોજગારઃ ચિદમ્બરમજી એ કહ્યું કે, બે મોટા મુદ્દા રોજગાર અને ખેડૂત છે. 22 લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. તેને કોંગ્રેસ પાર્ટી 2020 સુધી ભરી દેશે. 10 લાખ યુવકોને ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ નોકરી આપશે. મેક ઈન ઈન્ડિયાની દુનિયામાં તમે બિઝનેસ શરૂ કરવા માગો છો. ત્રણ વર્ષ માટે યુવકોને બિઝનેસ માટે કોઈ મંજૂરી નહીં લેવી પડે. તમે લોકોને રોજગાર આપશો. કોંગ્રેસ તે માટે દરવાજા ખોલશે.

3. ખેડૂતઃ અમે મનરેગામાં રોજગારીના 150 દિવસ પાક્કા કરવા માંગીએ છીએ. અમારા મત પ્રમાણે ખેડૂતો માટે અલગ બજેટની ફાળવણી કરવામાં આવશે. ખેડૂતોને ખબર પડવી જોઈએ કે સરકાર તેમના માટે કેટલો ખર્ચ કરે છે અને તેમને કેટલાં ટેકાના ભાવ મળશે.

નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો પૈસા લઈને ભાગી જાય છે. ખેડૂત જો બેન્કોને પૈસા પરત ન કરે તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છે. તેથી અમે નિર્ણય લીધો છેકે, જો ખેડૂત તેનું ધિરાણ પરત નહીં કરી શકે તો તેના પર ક્રિમિનલ ઓફેન્સ નહીં પરંતુ સિવિલ ઓફેન્સ લાગુ થશે.

4. શિક્ષણ: શિક્ષણના ક્ષેત્રમાં અમે નિર્ણય લીધો છે કે જીડીપીના 6 ટકા પૈસા દેશના શિક્ષણમાં ખર્ચ કરવામાં આવશે. આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાઓને અમે દરેક વ્યક્તિની પહોંચમાં લાવવા માંગીએ છીએ. મોદી સરકારે હંમેશા શિક્ષણ બજેટમાં ઘટાડો કર્યો છે.

5. હેલ્થ સેક્ટર: હેલ્થ સેક્ટરમાં મોદી સરકાર એક યોજના લાવી છે. ઈન્સ્યોરન્સના પૈસા પ્રાઈવેટ હોસ્પિટલના ખીસ્સાઓમાં નાખવામાં આવે છે. અમે સરકારી વ્યવસ્થાઓને મજબૂત કરવા માટે કામ કરીશું. અમે ગરીબોને સારામાં સારી સુવિધા આપવાની વ્યવસ્થા કરીશું. 

આ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના સભ્ય બાલચંદ્ર મુંગેકરે કહ્યું કે, કોંગ્રેસના સત્તામાં આવતા જ અમે પહેલાં દિવેસ જ રાફેલ ડીલ પર તપાસ બેસાડીશું. તેને પણ મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવશે.

પીએમ ઉમેદવારી વિશે રાહુલે કહ્યું- તે દેશ નક્કી કરશે: વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તો દેશના લોકો પર નિર્ભર છે કે તે લોકો શું વિચારે છે. આ ચૂંટણીનું નેરેટિવ સેટ થઈ ગયું છે. તે ગીરીબી અને બેરોજગારી વિશે છે. દેશના વડાપ્રધાન કોઈ પણ રીતે છુપાઈ નહીં શકે. રાહુલ ગાંધીએ કહ્યું, ચોકીદાર છુપાઈ શકે છે પરંતુ ભાગી ન શકે. 

મેનિફેસ્ટો રજૂ કરતાં પહેલાં મનમોહન સિંહે કહ્યું- આજે અમારા માટે ઐતિહાસિક દિવસઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે આજે અમારા માટે ઐતિહાસિક દિવસ છે. લોકોની આશા અને ભવિષ્ય સાથે જોડાયેલું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. જેને અનેક લોકો સાથે ચર્ચા કરીને તૈયાર કરાયું છે. આ મેનિફેસ્ટોનો હેતુ ગરીબો માટે કામ કરવાનો છે, જેમાં મહિલાઓ, ખેડૂત પર ફોકસ કરાયું છે. તેઓએ કહ્યું કે તેમની ચર્ચા પૂરા દેશમાં હશે અને દરેક લોકો આ મુદ્દે વાત કરશે. 

ચિદમ્બરમની અધ્યક્ષતામાં બની હતી કમિટીઃ કોંગ્રેસે સમગ્ર દેશના વિચારો જાણવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેના કારણે પાર્ટીએ ઘણાં નેતાઓને દેશના ઘણાં હિસ્સાઓમાં લોકોના વિચારો જાણવા મોકલ્યા હતા. મેનિફેસ્ટો તૈયાર કરવા માટે પૂર્વ મંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી હતી.

આ રીતે તૈયાર થયું કોંગ્રેસનું મેનિફેસ્ટોઃ ઘોષણાપત્ર કમિટીના સભ્ય રાજીવ ગૌડે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતા કે આ વખતે ચૂંટણી ઢંઢેરો કંઈક અલગ હોય. જે ન માત્ર પાર્ટી માટે ઐતિહાસિક પણ દેશમાં પણ અલગ હોય. જે બાદ કમિટીએ અનેક રીતે તેને તૈયાર કરવાના પ્રયાસ કર્યા. આ ઘોષણાપત્રને 'જન અવાજ ઘોષણાપત્ર' નામ આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે NRI નાગરિકો સાથે વાત કરી, દરેક ક્ષેત્રના એક્સપર્ટ, દલિત, અલ્પસંખ્યક, ડોકટર, શિક્ષક, વેપારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. ઓનલાઈન પણ લોકોના પ્રતિભાવ લીધા, ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર લોકોએ પોતાના પ્રતિભાવ મોકલ્યાં. 1 લાખથી વધુ લોકોએ વિસ્તારમાં પોતાની વાત રાખી 20થી વધુ રાજ્યોમાં સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કર્યો.