તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Loksabha Election 2019 Updates Congress Declaration On Nyay Scheme Money Will Only Credited In Account Of Women

કોંગ્રેસની જાહેરાત- માત્ર મહિલાઓના ખાતામાં જમા થશે 72 હજાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ પીએમ મોદીને પાખંડી ગણાવ્યા
  • મોદી અમીરોના દેવા માફ કરે છે પરંતુ ગરીબોને ફાયદો કરતી સ્કીમનો વિરોધ કરે છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તે વધારે રસપ્રદ થઈ રહી છે. રાજકીય પક્ષો જીત મેળવવા માટે દરેક પ્રકારની રાજકીય રમત રમી રહ્યા છે. દેશના પાંચ કરોડ અતિ ગરીબ પરિવારને વાર્ષિક રૂ. 72,000 મદદ આપવાના કોંગ્રેસના વાયદામાં એક દિવસ પછી જ એક નવી વાત કહેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, આ પૈસા ઘરની ગૃહિણીના ખાતામાં જમા કરવામાં આવશે.

આ પહેલાં સોમવારે રાહુલ ગાંધીએ પહેલીવાર ન્યૂનતમ આવત ગેરંટી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ન્યૂનતમ આવકની સીમા રૂ. 12,000 થશે. હિન્દુસ્તાનના 20 ટકા ગરીબ પરિવારની ન્યૂનતમ આવક માસિક રૂ. 12,000 નક્કી કરવામાં આવી છે. યોજના અંર્તગત જો કોઈ પરિવારની માસિક આવક રૂ. 6,000 છે બાકીના અન્ય રૂ. 6,000 સરકાર આપશે.

રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, આ યોજના અંર્તગત દેશના સૌથી ગરીબ 5 કરોડ પરિવારના 25 કરોડ લોકોને ફાયદો મળશે. તેમણે જણાવ્યું કે, આ ટોપ અપ સ્કીમ નથી. આ યોજના અંર્તગત માત્ર મહિલાઓના ખાતામાં જ વાર્ષિક રૂ. 72,000 જમા કરવામાં આવશે. તે ઉપરાંત આ સ્કીમનો લાભ શહેર અને ગામડાના બધા લોકો સુધી પહોંચાડવામાં આવશે. કોંગ્રેસ સરકારે પહેલાં પણ ગરીબીને ઓછુ કરવાનું કામ કર્યું છે. અત્યારે દેશમાં જે 22 ટકા ગરીબી છે તે પણ આ યોજનાથી ખતમ થઈ જશે.

મોદીને ગણાવ્યા પાખંડી

  • કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ આ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કરીને તેમને પાખંડી પણ ગણાવ્યા છે. સુરજેવાલાએ કહ્યું છે કે, બીજેપી આજે આ સ્કીમનો વિરોધ કરી રહી છે. પાખંડી મોદી અમીરોના દેવા તો માફ કરી રહ્યા છે પરંતુ ગરીબોને ફાયદો થતી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે.
  • રાહુલે કહ્યું હતું, આ ઐતિહાસીક યોજના છે. જો નરેન્દ્ર મોદી દેશના અમીર લોકોને પૈસા આપી શકે છે તો કોંગ્રેસ દેશના સૌથી ગરીબ લોકોને પૈસા આવી શકે છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે વાયદો કર્યો હતો અને 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા. હવે હું ફરી એક વાયદો કરી રહ્યો છું અને તે પણ પૂરો થશે. પહેલા પાયલટ પ્રોજેક્ટ ચાલશે પછી સંપૂર્ણ સ્કીમ ચાલશે.
  • વડાપ્રધાન તમને કહે છે કે, તેમણે ખેડૂતોને પૈસા આપ્યા. તેમણે ખેડૂતોને રોજના 3.5 રૂપિયા આપ્યા છે. તમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમુક લોકોને લાખો-કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જ્યારે અમે 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને સીધો આ સ્કીમનો લાભ આપી રહ્યા છીએ.
  • ન્યૂનતમ આવકની સીમા અને લોકોની કમાણીનું અંતર ગરીબોને મળશે. એટલે કે જો કોઈ પરિવારની સેલરી રૂ. 6,000 હશે તો રૂ. 12,000માં જેટલા ઓછા પડશે તે કોંગ્રેસ સરકાર આપશે. અમે પહેલાં મનરેગા યોજના આપી. હવે આ યોજનાને પણ પૂરી કરીશું. 
અન્ય સમાચારો પણ છે...