તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Loksabha Chunav 2019 Congress Creating Strong Plan For Up And Appoints 2 Dozens Political Strategists

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ બનાવી રહી છે ખાસ યોજના,બે ડઝન રણનીતિકારોની નિમણૂંક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવી દિલ્હી: કોંગ્રેસપ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપ્યા બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં વધુ એડીચોટીનું જોર લગાવાનું નક્કી કર્યુ છે. ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉત્તમ પ્રદર્શન માટે કોંગ્રેસ નવી રણનીતિ તૈયાર કરવામાં લાગી ગઇ છે. પ્રિયંકા ગાંધીએ થોડાં દિવસો પહેલા કાર્યકર્તાઓ સાથે વિચાર મંથન કરતા કેટલીક વાતો ખાસ સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકરોને કરી હતી એમાં તેમણે કહ્યું હતુ કે આપ સૌ કોઇ સંગઠિત બનીને પાર્ટીને સ્થાનિક લેવલે ખૂબ જ મજબૂતીથી કાર્ય નહિ કરો તો હું એકલી કોઇ ચમત્કાર કરી નહિ શકુ.આમ વરિષ્ઠ કોંગ્રેસીઓ પણ ઉત્તર પ્રદેશની હાલત અંગે ખૂબ ગણતરીથી આગળ વધવા માંગે છે. જેથી કોંગ્રેસની લોકસભા ચૂંટણીમાં દેખાવ ઉજળો બને.

 

આજે પ્રદેશ અધ્યક્ષ રાજબબ્બરની અધ્યક્ષતામાં કોંગ્રેસના દિગ્ગજ અને જૂના રાજકારણીઓ કોંગ્રેસના મુખ્યાલયમાં યુપીની ચૂંટણીને લઇને મનોમંથન કરવાના છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિરેન્દ્ર મદાને જણાવ્યું કે આ બેઠકમાં પાર્ટીની ઉત્તરપ્રદેશમાં ચૂંટણી રણનીતિ, તેનું પ્રબંધન તેમજ બીજા દળોની સાથે ગઠબંધનને વિશે વિચાર થશે. મદાને જણાવ્યું કે બેઠકમાં રાજ બબ્બર સિવાય વરિષ્ઠ નેતાઓ પીએલ પુનિયા,પ્રમોદ તિવારી,શ્રીપ્રકાશ જયસ્વાલ,સંજય સિેંહ,જિતિન પ્રસાદ સહિત બે ડઝન જેટલા વરિષ્ઠ કોંગ્રેસી રણનીતિકાર હાજર રહેશે. મદાને વધુમાં જણાવ્યુ હતુ કે બેઠકમાં યુપીની લોકસભા સીટોની પસંદગીને વિશે વિચાર વિમર્શ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને હાલમાં જ પ્રદેશ ચૂંટણી સમિતિ ઉપરાંત સંયોજક સમિતિ, પ્લાનિંગ કમિટી, મીડિયા અને પબ્લિસિટી કમિટી તેમજ ઘોષણા પત્ર કમિટીનું ગઠન કર્યુ હતુ. આ કમિટીમાં પ્રદેશના મોટાભાગના બધા જ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

પાર્ટીવિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓને બહારનો રસ્તો દેખાડીશ- પ્રિયંકા: થોડા દિવસો પહેલા ઉત્તરપ્રદેશમાં 'મિશન યૂપી'થી લોકસભા ચૂંટણીઓના પ્રચારનો શુભારંભ કરનારી પ્રિયંકા ગાંધીએ યુપીના અલગ અલગ વિસ્તારોમાં કેવો રાજકીય માહોલ છે એનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત રાજ્યના અન્ય સ્થાનિક દળોના નેતાઓ સાથે પણ મુલાકાતનો દૌર આગળ વધાર્યો હતો. આ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીએ એ વાત સાફ જાહેર કરી કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા નેતાઓને કાઢી મૂકવામાં આવશે. પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે યુપીમાં બુથ સ્તરે પાર્ટીને મજબૂત કરવી પડશે તેમજ પાર્ટીને જીતાડવા સૌ કોઇએ સંગઠિત થઇને કામ કરવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો