તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CM Yogi Hits Back At Priyanka Gandhi For Attacking Him Over Unpaid Dues Of Sugarcane Farmers In Uttar Pradesh

શેરડીના ખેડૂતોને રકમ ચુકવણી અંગે પ્રિયંકા ગાંધીએ સવાલો ઉઠાવ્યાં તો યોગી આદિત્યનાથે જવાબ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શેરડીના ખેડૂતોને લઈને પ્રિયંકા ગાંધીએ યુપીના CM પર પ્રહારો કર્યા
  • યોગી આદિત્યનાથે પ્રિયંકાને જવાબ આપતાં કહ્યું  2012થી 2017 સુધી ખેડૂતો ભુખમરાનો સામનો કરી રહ્યાં હતા. તેમની ઊંઘ હવે કેમ ખુલી?

નેશનલ ડેસ્કઃ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, "શેરડી પકવતાં ખેડૂતો દિવસ રાત એક કરે છે, પરંતુ ઉત્તરપ્રદેશ સરકાર તેમના મહેનતાણાની જવાબદારી લેતા નથી. ખેડૂતોના 10 હજાર કરોડ રૂપિયા આપવાના હજુ બાકી છે. જેનો અર્થ થયો છે કે તેમના બાળકોની શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને પાક બધું જ ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.

પ્રિયંકાના આ અટેક પર સીએમ યોગી આદિત્યનાથે પણ પલટવાર કર્યોઃ યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોની ખરાબ હાલત માટે સપા અને બસપાની સરકારને જવાબદાર ગણાવ્યાં. તેઓએ કહ્યું કે અમારી સરકાર જ્યારથી સત્તામાં આવી છે અમે ચૂકવવાના બાકી એવા 57,800 કરોડ રૂપિયા આપ્યાં છે. યોગીએ કહ્યું કે આ રકમ અનેક રાજ્યોના બજેટથી પણ વધુ છે, પરંતુ ગત સપા-બસપા સરકારે શેરડીના ખેડૂતો માટે કંઈ જ ન કર્યું જેનાથી ખેડૂતો ભૂખમરાનો શિકાર થઈ રહ્યાં હતા. 

गन्ना किसानों के परिवार दिनरात मेहनत करते हैं। मगर उप्र सरकार उनके भुगतान का भी जिम्मा नहीं लेती। किसानों का 10000 करोड़ बकाया मतलब उनके बच्चों की शिक्षा, भोजन, स्वास्थ्य और अगली फसल सबकुछ ठप्प हो जाता है। यह चौकीदार सिर्फ अमीरों की ड्यूटी करते हैं, गरीबों की इन्हें परवाह नहीं। pic.twitter.com/LIBbwamdrS

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) 24 March 2019

પ્રિયંકાને યોગીનો જવાબઃ યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોની ચુકવણીના પ્રિયંકાના સવાલનો જવાબ આપતાં કહ્યું કે ખેડૂતોના આ તથાકથિત હિતેચ્છુઓ ત્યારે ક્યાં હતા જ્યારે 2012થી 2017 સુધી ખેડૂતો ભુખમરાનો સામનો કરી રહ્યાં હતા. તેમની ઊંઘ હવે કેમ ખુલી? યોગીએ કહ્યું કે પ્રદેશમાં શેરડીનું ક્ષેત્રફળ હવે 22થી વધીને 28 લાખ હેકટર થયું છે અને બંધ પડેલી ખાંડ મિલોને પણ પ્રદેશમાં ફરી શરૂ કરવામાં આવી છે ખેડૂતો હવે ખુશખુશાલ છે. જ્યારે પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે ચુકવણી ન થતાં ખેડૂતોનું જીવન બદતર થઈ ગયા છે. 

हमारी सरकार जब से सत्ता में आई है हमने लंबित 57,800 करोड़ का गन्ना बकाया भुगतान किया है। ये रकम कई राज्यों के बजट से भी ज्यादा है। पिछली सपा-बसपा सरकारों ने गन्ना किसानों के लिए कुछ नहीं किया जिससे किसान भुखमरी का शिकार हो रहा था।

— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) 24 March 2019
અન્ય સમાચારો પણ છે...