તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગી આદિત્યનાથનો મમતા પર પ્રહાર, કહ્યું મમતાની સામે નફરતનો માહોલ, કુંભમેળાની મુલાકાતનું આમંત્રણ આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: 2019ની આવનારી લોકસભા ચૂંટણી માટે મહત્વનું કેન્દ્રબિંદુ બનેલા પશ્ચિમ બંગાળમાં હવે તેના સૌથી આક્રમક પ્રચારક યોગી આદિત્યનાથને ભાજપે ઉતાર્યા છે. મંગળવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં રેલી કરી હતી. જનસભા પછી એક ચેનલને આપેલી મુલાકાતમાં યોગીએ મમતા બેનર્જીની કાર્યશૈલી પર ઉગ્ર પહારો કર્યા હતા. યોગીએ જણાવ્યું હતુ કે મમતા બેનર્જી પ્રત્યે લોકોમાં નફરતનો ભાવ જોવા મળી રહ્યો છે. મમતા સતત અમારા કાર્યક્રમોને રોકવાનો પ્રયત્ન કરી રહી છે.

બંગાળના મુખ્યમંત્રીની માનસિકતા પર પ્રહાર કરતા યોગીએ જણાવ્યું કે મમતાની તૃણમુલ પાર્ટી એક નીચ સ્તરની રાજનીતિ કરવા ઉતાવળી  બની છે. પંચાયતની ચૂંટણીમાં પણ 100થી વધુ લોકોની હત્યાઓ થઇ ચુકી છે. રાજ્યમાં અત્યારે ભારે અરાજકતાની હાલત પ્રવર્તી રહી છે. કેન્દ્રીય યોજનાઓ પણ રાજ્યમાં અમલમાં મૂકાતી નથી. બંગાળમાં લોકોના અવાજને દબાવી દેવામાં આવી રહી છે. યોગીએ મમતા બેનર્જીના વલણ પર હુમલો કરતા કહ્યું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો ટીએમસીના ગુંડાઓને એવી રીતે પાઠ ભણાવાશે જે રીતે યુપીમાં સપા-બસપાના ગુંડાઓ ગળામાં પટ્ટાઓ લગાવીને ફરી રહ્યા છે.  

યોગીએ વધુમાં જણાવ્યું જ્યારથી ભાજપ યુપીમાં છે ત્યારથી કોઇ રમખાણો થયા નથી, કેન્દ્રની દરેક યોજનાઓ રાજ્યમાં લાગૂ કરવામાં આવી છે. સીએમ યોગીએ મમતા બેનર્જીને કુંભમેળાની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતુ. યોગીએ વધુમાં જણાવ્યું હતુ કે મમતા બેનર્જી એક ભ્રષ્ટ અધિકારીને બચાવવા મેદાનમાં ઉતર્યા છે. 

યોગી આદિત્યાનાથની રેલી માટે પશ્ચિમ બંગાળના પ્રશાસને તેમના હેલિકોપ્ટરને પુરુલિયા ઉતરવાની મંજૂરી આપી નહોતી. બાદમાં યોગીજીના હેલિકોપ્ટરનું ઝારખંડમાં ઉતરાણ કરાવાયુ હતુ. ઝારખંડથી યોગી આદિત્યનાથ સડકમાર્ગે પુરૂલિયા પહોંચ્યા હતા જ્યાં તેમણે રેલીમાં જનમેદનીને સંબોધિત કરી હતી. તો રવિવારે પણ પશ્ચિમ બંગાળમાં યોગીનું હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી ન મળતાં તેઓએ ફોનથી કાર્યકરોને સંબોધ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...