ઓગસ્ટા વેસ્ટલેન્ડ / એજન્સીઓએ કહ્યું- મિશેલ કસ્ટડીમાં પણ ઇસ્ટરની ઉજવણી કરી શકે છે, કોર્ટે જામીન અરજી ફગાવી

ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)
ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)
X
ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)ક્રિશ્ચિયન મિશેલ (ફાઇલ)

  • મિશેલ તહેવાર મનાવવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી
  • ED અને સીબીઆઈએ તપાસ પ્રભાવિત થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી

divyabhaskar.com

Apr 18, 2019, 05:36 PM IST
નવી દિલ્હીઃ ED અને CBIની માગને ધ્યાનમાં રાખતા વિશેષ અદાલતે ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે. મિશેલે બુધવારે ગુડફ્રાઈડ અને ઇસ્ટર મનાવવા માટે સાત દિવસના ઇન્ટરિમ જામીનની અરજી કરી હતી. આ વખતે તપાસ એજન્સીઓએ ગુરૂવારે કોર્ટને કહ્યું કે મિશેલ કસ્ટડીમાં પણ ઇસ્ટર મનાવી શકે છે. જો તે બહાર જઈને કોઈ નિવેદન આપે છે તો તપાસને અસર થઈ શકે છે. મિશેલ પર વીવીઆઈપી હેલિકોપ્ટરની ડીલમાં 225 કરોડ રૂપિયાની દલાલી લેવાનો આરોપ છે. 
1. મિશેલે બુધવારે અરજી કરી હતી
મિશેલે 17 એપ્રિલે જ કોર્ટમાં સાત દિવસના ઇન્ટરિમ જામીનની અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે મિશેલ પરિવારની સાથે ગુડ ફ્રાઈડે અને ઇસ્ટરની ઉજવણી કરવા માગે છે.
તપાસ એજન્સી (ED અને CBI) તરફથી વિશેષ પબ્લિક પ્રોસિક્યૂટર ડીપી સિંહે દલીલ કરી જ્યારે વીકલ વિષ્ણુ શંકરે મિશેલનો પક્ષ રાખ્યો. ડીપી સિંહે કહ્યું, "ભારત તહેવારોનો દેશ છે. દરેક કેદીને પોતાના ધર્મમાં આસ્થા છે. અમે તેને માત્ર તહેવાર મનાવવા માટે જેલની બહાર જવાની મંજૂરી ન આપી શકીએ."
EDએ કહ્યું કે, "એવો કોઈ આધાર નથી જેના પર આવેદકને જામીન આપી શકાય." વિષ્ણુ શંકરે કહ્યું, "ED દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એવામાં પુરાવાઓની સાથે છેડછાડ કરવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો." વકીલે કહ્યું કે, "એજન્સીએ ગત વર્ષે ક્રિસમસ દરમિયાન મિશેલની પૂછપરછ કરી હતી. ત્યારે પણ તેને તપાસમાં પૂરો સહયોગ આપ્યો હતો."
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી