રિપોર્ટ / અરૂણાચલ અને તાઈવાનને પોતાની સીમામાંથી બહાર દેખાડનાર 30 હજાર નકશા ચીને નષ્ટ કર્યા

China claims the north-eastern Indian state of Arunachal Pradesh as part of South Tibet
X
China claims the north-eastern Indian state of Arunachal Pradesh as part of South Tibet

  • ચીનમાં મોટા પ્રમાણમાં છાપવામાં આવ્યાં હતા વૈશ્વિક નકશા
  • ગ્લોબલ ટાઈમ્સે લખ્યું- કોઈ અજ્ઞાત દેશમાં મોકલવાના હતા આ નકશા

divyabhaskar.com

Mar 26, 2019, 05:07 PM IST

બેઈજિંગઃ ચીનના કસ્ટમ વિભાગ 30 હજાર નકશાઓને નષ્ટ કરશે જેમાં અરૂણાચલ પ્રદેશ અને તાઈવાનને તેમના કબજામાં નથી દેખાડવામાં આવ્યાં. આ વૈશ્વિક નકશાઓનું છાપકામ ચીનમાં થયું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે તમામ નકશા કોઈ અજ્ઞાત દેશમાં મોકલવાના હતા.

1. અરૂણાચલને દક્ષિણી તિબેટનો ભાગ માને છે ચીન
ભારતના પૂર્વોત્તરમાં સ્થિત અરૂણાચલ પ્રદેશને ચીન પોતાના કબજામાં ગણાવે છે. તેમનું કહેવું છે કે આ રાજ્ય દક્ષિણી તિબેટનો ભાગ છે. ત્યાં સુધી કે તેને ભારતીય રાજનેતાઓ આ પ્રદેશમાં આવે તેનો પણ વાંધો છે. ચીને દલાઇ લામાના અરૂણાચલ મુલાકાતનો વિરોધ કર્યો હતો. દલાઇએ ત્યાંની મુલાકાત લેતાં નવ જગ્યાના નામ બદલવામાં આવ્યા હતા. 
અરૂણાચલ સાથે સંલગ્ન 3,488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ આ મુદ્દે 21 વખત ચર્ચા કરી ચુક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ સમાધાન નથી આવ્યું. 
તાઈવાનને પણ ચીન અલગ દેશ તરીકે માન્યતા નથી આપતું. ચીન, તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. જો કે વૈશ્વિક મંચ પર પોતાની સ્વાયત્તાને લઈને તાઈવાન સતત અવાજ ઉઠાવે છે.
ચાઈના ફોરેને અફેયર્સ યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ લોના પ્રોફેસર લી વેનઝાંગનું કહેવું છે કે નકશા નષ્ટ કરવા તે યોગ્ય પગલું છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તાઈવાન અને દક્ષિણ તિબેટ ચીનનો જ અભિન્ન અંગ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી