તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ પછી હવે છત્તીસગઢમાં પણ સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીબીઆઈને તપાસ પહેલાં લેવી પડશે મંજૂરી, રાજ્યની એજન્સીઓને તપાસની જવાબદારી આપવામાં આવશે
  • હવે સીબીઆઈ રાજ્ય અને કેન્દ્ર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસ કરી શકશે

રાયપુર: છત્તીસગઢમાં રાજ્ય સરકારે સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ વિભાગે ગુરુવારે કેન્દ્રીય કર્મચારી, લોકોની ફરિયાદો અને પેન્શન મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર વર્ષ 2001માં કેન્દ્રને આપવામાં આવેલી તે સહમતીને પરત લે છે જેને અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા છત્તીસગઢમાં કોઈ કેસની તપાસ માટે નોટીફિકેશન જાહેર કર્યું હોય. આ પહેલાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે પોત-પોતાના રાજ્યોમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

રાજ્યમાં છેલ્લાં 18 વર્ષ દરમિયાન સીબીઆઈ તરફથી અડધો ડઝન કેસની તપાસ કરવામાં આવી છે. તેમાં રામાવતાર જગ્ગી હત્યાકાંડ, બિલાસપુરના પત્રકાર સુશીલ પાઠક અને અને છુરાના ઉમેર રાજપૂતની હત્યા, એસઈસીએલ કોલ કૌભાંડ, આઈએએસ બીએલ અગ્રવાલ રિશ્વત કાંડ, ભિલાઈનાનો મેગનીઝ કાંડ અને પૂર્વ મંત્રી રાજેશ મૂણતની અશ્લિલ સીડી કાંડની તપાસ સામેલ છે. 

લોકસભા ચૂંટણી પહેલાં આ રાજ્ય સરકારનો આ ખૂબ મહત્વનો નિર્ણય માનવામાં આવે છે. રાજ્યની એજન્સીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. જરૂર પડશે તો સરકાર વિશેષ તપાસ સમિતિનું ગઠન કરશે. જે ઓફિસર્સની સાથે ન્યાયિક અધિકારીઓના નેતૃત્વમાં બનાવવામાં આવે તેવી શક્યતા.  

સીબીઆઈ ગઠનના કાયદામાં જ રાજ્યોની સહમતી લેવાનો નિયમ છે. હકીકતમાં સીબીઆઈ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ-1946 દ્વારા સંસ્થા બની છે. અધિનિયમની કલમ-5માં દેશના દરેક ક્ષેત્રોમાં સીબીઆઈને તપાસની તાકાત આપવામાં આવી છે.પરંતુ કલમ-6માં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની સહમતી વગર સીબીઆઈ તે રાજ્યના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરી શકે. 

આંધ્રપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળ સરકારે કલમ-6નો જ ઉપયોગ કરીને સહમતી પરત લઈ લીધી છે. સીબીઆઈ છત્તીસગઢમાં કેન્દ્રીય અધિકારીઓ, સરકારી ઉપક્રમો અને વ્યક્તિઓની તપાસ સીધી રીતે નહીં કરી શકે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંર્તગત પણ રાજ્યમાં કોઈ પગલાં નહીં લઈ શકાય.

સીબીઆઈ પોતે ઘટનાની તપાસ શરૂ નહીં કરી શકે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કહેવાથી અથવા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશથી જ તપાસ થઈ શકે છે. આ સંજોગોમાં જો કોઈ રાજ્ય સીબીઆઈ પર પ્રતિબંધ મુકે છે તો કોર્ટના આદેશ પછી રાજ્યનો આદેશ રદ થઈ જાય છે. 

અન્ય સમાચારો પણ છે...