મોદી સામે રાવણ / કાશીમાં પ્રિયંકા સાથે મુલાકાત બાદ ભીમ આર્મીના ચંદ્રશેખર ઉર્ફે રાવણનું એલાન

પ્રિયંકા ગાંધી ચંદ્રશેખર ઉર્ફ રાવણને મળ્યા હતા
પ્રિયંકા ગાંધી ચંદ્રશેખર ઉર્ફ રાવણને મળ્યા હતા

  • દલિત નેતા રાવણે કહ્યું- હું મોદીને હરાવીશ, બસપાનો સાથ લઈશ
  • યુપીમાં ભાજપના હિન્દુત્વ કાર્ડ સામે પ્રિયંકાનું જાતિ કાર્ડ
  • દલિતોમાં પ. યુપીમાં માયાવતીથી મોટો નેતા ગણાય છે રાવણ

DivyaBhaskar

Mar 14, 2019, 08:47 AM IST
મેરઠ: કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરુવારથી પ્રયાગરાજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. તે પહેલાં બુધવારે તેમણે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર ઉર્ફે રાવણની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ચંદ્રશેખરની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ધરપકડ કરાઈ છે. તેની તબિયત ખરાબ થતાં તેને મેરઠ મોકલાયો હતો. પ્રિયંકાએ કહ્યું કે ચંદ્રશેખરનો જોશ તેમને પસંદ છે. રાવણે કહ્યું કે તેઓ મોદી સામે ચૂંટણી લડવા માગે છે. બસપા પણ તેમને સાથ આપશે.
ચંદ્રશેખર દલિતોમાં પ. યુપીમાં માયાવતીથી મોટો નેતા: ચંદ્રશેખર ઉર્ફે રાવણ ભીમ આર્મીનો પ્રમુખ છે. ચંદ્રશેખર મેરઠની હોસ્પિટલમાં દાખલ છે. તેને મળવા પ્રિયંકા પહોંચ્યાં હતાં. પ્રિયંકા ઇમરાન મસૂદના કહેવાથી આવ્યાં હતાં. મસૂદ એ જ વ્યક્તિ છે જેને 2014માં મોદીના ટુકડે ટુકડા કરવાની ચીમકી આપી હતી. પશ્ચિમ યુપીમાં દલિતો ચંદ્રશેખરને માયાવતીથી મોટો નેતા માને છે.
X
પ્રિયંકા ગાંધી ચંદ્રશેખર ઉર્ફ રાવણને મળ્યા હતાપ્રિયંકા ગાંધી ચંદ્રશેખર ઉર્ફ રાવણને મળ્યા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી