રાફેલ વિવાદ / ચોરીના દસ્તાવેજમાં રાફેલની કિંમત, જે સુરક્ષા માટે ખતરો: એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ

Divyabhaskar

Mar 15, 2019, 02:52 AM IST
Centre to SC, petitioners have violated the Official Secrets Act and endangered national security

  • રિવ્યૂ પિટિશનો અંગે સુનાવણી થશે કે નહીં? સુપ્રીમકોર્ટમાં ચુકાદો અનામત
  • રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં દોષિતોને બચાવાઇ રહ્યા છે -પ્રશાંત ભૂષણ, અરજદાર
  • અરજદારોએ તર્ક આપ્યો- પબ્લિક ડોમેઇનમાં હોય તે સિક્રેટ કેવી રીતે?

નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમકોર્ટમાં દાખલ રિવ્યૂ પિટિશનો અંગે ચુકાદો ગુરુવારે અનામત રખાયો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચે કહ્યું સુનાવણી અંગે જલદી નિર્ણય કરશે કે સંરક્ષણ મંત્રાલયમાંથી લીક દસ્તાવેજોને આધાર બનાવી પુન:વિચારણાં અરજી પર સુનાવણી કરવામાં આવે કે નહીં? તેના પછી રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરીશું.આ અગાઉ સરકારે કહ્યું કે ચોરીના દસ્તાવેજમાં રાફેલની કિંમત નોંધાયેલી છે. તે સામે આવવાથી દેશની સુરક્ષા માટે ખતરારૂપ હશે. તેથી સુનાવણી કરવામાં ન આવે. બીજી તરફ અરજદાર પ્રશાંત ભૂષણે તર્ક આપ્યો કે સરકાર દોષિતોને બચાવવા રાષ્ટ્રીય સુરક્ષાની આડ લઇ રહી છે.

સરકારે કહ્યું- સીએજી રિપોર્ટ દાખલ કરવામાં ચૂક થઇ, 3 પાનાં ગાયબ હતાં

વેણુગોપાલ: સીએજી રિપોર્ટ દાખલ કરવામાં ચૂક થઇ. રિપોર્ટમાં 3 પાનાં ગાયબ હતાં. તેમને રેકોર્ડ પર લેવાય.
ચીફ જસ્ટિસ: તમે (સરકારે) દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કયા આધાર પર કર્યો છે?

જસ્ટિસ કૌલ: જે દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો છે તે તો કોર્ટમાં રજૂ કરાઇ ચૂક્યા છે.
જસ્ટિસ જોસેફ: આરટીઆઇ કાયદો પસાર થવાથી માહિતી જગતમાં સંપૂર્ણ ક્રાંતિ આવી. અાપણે પાછા તે સ્થિતિમાં ન પહોંચવું જોઇએ. માહિતીઓ જાહેર કરવામાં તકલીફ શું છે?
એટર્ની જનરલ: ચોરીના દસ્તાવેજમાં રાફેલની કિંમત નોંધાયેલી છે. તે જાહેર કરવી એ બે દેશ વચ્ચે થયેલા સોદાની શરતોનું ઉલ્લંઘન છે.જે દસ્તાવેજ આપ્યા છે તેને પુરાવા ન માની શકાય કેમ કે તે ચોરી કરાયા છે. ગુપ્ત દસ્તાવેજોને પુરાવા કાયદા હેઠળ પુરાવા તરીકે સ્વીકારી ના શકાય અને તો એવા દસ્તાવેજોને પ્રકાશિત કરી શકાય છે.

એમ. એલ. શર્મા: દસ્તાવેજ ગોપનીય છે તો સરકારે હજુ સુધી કેસ કેમ દાખલ નથી કરાવ્યો?
એટર્ની જનરલ: હાલ આંતરિક તપાસ ચાલી રહી છે.
જસ્ટિસ જોસેફ: સરકાર વિશેષાધિકાર સંરક્ષણ અંગે કેવી રીતે નિર્ણય કરે છે? શું અદાલત સરકારના વિશેષાધિકારના દાવાઓ નક્કી કરવા માટે દસ્તાવેજની પણ તપાસ ન કરી શકે?
એટર્ની જનરલ: ફ્રાન્સ સરકારે રાફેલની કિંમત જાહેર નહીં કરવાની શરત રાખી હતી.
જસ્ટિસ જોસેફ: શું સરકારે તેમની એફિડેવિટમાં આ કહેલું છે?

એટર્ની જનરલ: ના, પણ અમે વિશેષાધિકારનો દાવો કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આ રાફેલ વિમાન અન્ય દેશો પણ ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યાં છે. ફ્રાન્સ સરકાર નથી ઇચ્છતી કે અન્ય દેશ ભારતના વેચેલા વિમાનોની કિંમત વિશે જાણે.
ચીફ જસ્ટિસ: તમારા જણાવ્યાનુસાર રિવ્યૂ પિટિશનમાં ત્રણ દસ્તાવેજ એવા છે જેમનું પ્રકાશન ગુપ્ત કાયદા 1923 હેઠળ આવે છે અને તેને બિનસત્તાવાર રીતે કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે. તમે ઈચ્છો છો કે અમે હાલના દસ્તાવેજોના આધારે પોતાના પૂર્વના નિર્ણયોની સમીક્ષા ન કરીએ અને તેને રેકોર્ડ પરથી હટાવી દઈએ? અરજદાર જણાવે કે શું તે બુધવારે સરકારની તરફથી દાખલ એફિડેવિટ સાથે સહમત છે?

પ્રશાંત ભૂષણ: ના. સરકારે જે તર્ક આપ્યો છે તેે દુર્ભાગ્યપૂર્ણ છે. જે દસ્તાવેજ પહેલેથી પબ્લિક ડોમેઇનમાં છે તો પછી સિક્રેટ કેવી રીતે હોઇ શકે? કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં રજૂ કરાયેલા કેગના અહેવાલમાં 10 પ્રકારની રક્ષા ખરીદ વિશે માહિતી અપાઈ હતી. જોકે રાફેલની વિગતો ફરી તૈયાર કરાઈ હતી, કેમ? આખરે સરકાર આ બધુ કેવી રીતે જાણતી હતી? આ બધું દોષિતોને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
અરુણ શૌરી: હું એટર્ની જનરલનો આભાર માનવા ઇચ્છું છું કે તેમણે અમારા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ અસલી હોવાનું પ્રમાણ આપી દીધું. તેમણે કોર્ટ સમક્ષ કહ્યું છે કે આ દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજોની ફોટોકોપી છે.આ પછી કોર્ટે ચુકાદો અનામત રાખી દીધો.

X
Centre to SC, petitioners have violated the Official Secrets Act and endangered national security
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી