તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bahujan Samaj Party Has Made Preparations To Fight Alone All 40 Seats In Bihar In Lok Sabha Election 2019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસપાએ બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપ્યો, 40 સીટો પર એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લોકસભા ચૂંટણી પહેલાં ફરી મહાગઠબંધનને ઝટકો આપતા બહુજન સમાજ પાર્ટીએ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી છે
 • બસપા સુપ્રીમો માયાવતીએ 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બિહારના નેતાઓની એક બેઠક બોલાવી

લખનઉ: ઉત્તરપ્રદેશ પછી સપા અને બસપાએ પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં સપા ત્રણ સીટ પર અને બસપા 26 સીટ પર ઉમેદવાર ઉતારશે. જ્યારે ઉત્તરાખંડમાં સપાના ખાતામાં એક સીટ આવી છે અને ચાર સીટ પર બસપા તેમના ઉમેદવાર ઉતારશે. બંને પક્ષે આ રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે થનારા ગઠબંધનમાં કોંગ્રેસને દૂર રાખ્યું છે. જોકે બિહારમાં બસપાએ એકલા 40 સીટ પર ચૂંટણી લડવાનો નિર્ણ કર્યો છે.

 

મધ્યપ્રદેશમાં બાલાઘાટ, ટીકમગઢ અને ખુજરાહો લોકસભા સીટ પરથી સપાના ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યારે ઉત્તરાખંડમાં પૌડી સીટ પરથી સપા ચૂંટણી લડશે. 
 

બિહારમાં 40 સીટ પર બસપા ઉમેદવાર ઉતારશે: મધ્યપ્રદેશ પછી હવે બિહારમાં કોંગ્રેસની હાજરીવાળા ગઠબંધનથી અલગ રસ્તો પકડીને બસપાએ એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી છે. બસપાએ રાજ્યની દરેક 40 સીટ પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે. આ વિશે બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યના નેતાઓની દિલ્હીમાં બેઠક બોલાવી છે. બસપાના પ્રદેશ અધ્યક્ષ ભરત બિંદે સોમવારે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ માયાવતીએ આ વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે બિહારમાં આદેશ જાહેર કર્યો છે તે પ્રમાણે પાર્ટી દરેક 40 સીટ પર મજબૂતીથી ચૂંટણી લડશે.

 

તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં જનાધાર અને સક્રિયતા વધારવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. આ દરમિયાન બિહાર પ્રદેશ પ્રભારી ડૉ. લાલજી મેધંકરે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, રાજનીતિ અને જાતિગત ભાગીદારીને ધ્યાનમાં રાખીને દરેક સીટો પર ઉમેદવારની પસંદગી કરવાનો આદેશ પણ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યો છે. ઉમેદવારોની પસંદગીને ધ્યાનમાં રાખીને સુપ્રીમો માયાવતીએ 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બિહારના નેતાઓની એક બેઠક બોલાવી છે.

 

યુપીમાં સપાની સાથે ગઠબંધન: બિહારમાં ભલે બહુજન સમાજવાદી પાર્ટીએ એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી હોય પરંતુ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. યુપીની કુલ 80 લોકસભા સીટમાંથી સપા 37 અને બસપા 38 સીટ પર ચૂંટણી લડશે. અમેઠી અને રાયબરેલીની સીટ પર ગઠબંધનના ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણી બસપા માટે એક ખરાબ સપના જેવી હતી. જેમાં પાર્ટીને એક પણ સીટ નહતી મળી. જ્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ અને કોંગ્રેસને બે સીટો મળી હતી. જ્યારે ભાજપ અને સહયોગી દળને કુલ મળીને 73 સીટ મળી હતી. હવે આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા યુપીના બંને પ્રમુખ પક્ષ સપા-બસપા સાથે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો