તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક. સૈન્ય મોટી લડાઈ માટે તૈયાર નથી એટલે ઇમરાન ખાને શાંતિમંત્રણા માટે દરખાસ્ત કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાનના પત્રકાર અને ત્યાંના પીએમઓમાં સચિવ કક્ષાના લોકોની વાતચીતના આધારે

નેશનલ ડેસ્કઃ  પાકિસ્તાનમાં બુધવારે સૌથી વધુ હલચલ ઇસ્લામાબાદના રેડ ઝોન એરિયા અને મુઝફ્ફરાબાદ આર્મી સેન્ટરમાં હતી. રેડ ઝોન એરિયામાં પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસ કોન્સ્ટિટ્યૂશન એવન્યુ છે, જ્યાં સવારે 8.30 વાગ્યાથી સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓની અવર-જવરનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. અહીં મંગળવારથી પણ વધુ હલચલ હતી કે જ્યારે ભારતીય એરફોર્સે બાલાકોટ પર હુમલો કર્યો હતો.

અવર-જવર વચ્ચે વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીને બાદ કરતા અન્ય કોઇ ગાડી વધુ સમય નહોતી રોકાઇ જ્યારે મુઝફ્ફરાબાદ આર્મી સેન્ટરમાં હલચલનું કારણ એ હતું કે પાક. દ્વારા ભારતીય એરફોર્સના પાઇલટ અભિનંદનને ત્યાં રખાયો હતો. બાદમાં ત્યાંની જ આર્મી હોસ્પિટલમાં તેને સારવાર અપાઇ. પાકિસ્તાન એવી તૈયારીમાં છે કે ઇમરાને ભારત સમક્ષ શાંતિ મંત્રણાનો જે પ્રસ્તાવ મૂક્યો છે તેને ભારત માને તો અભિનંદનને છોડી દેવાશે, જેથી તેની છબિ સુધરે.

વાસ્તવમાં ઇમરાને જ અભિનંદનને સલામત રાખવાનો અને શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ કર્યો છે. તેના બે કારણ છે. એક, ઇમરાનની વિદેશ પ્રધાન કુરેશી સાથે થયેલી લાંબી બેઠક અને બીજું, ત્યાંના આર્મી ચીફનું લો સ્કેલ વૉરથી આગળ માટે તૈયાર ન હોવું. મંગળવારે હાઇ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક પહેલા જ ઇમરાને કુરેશીને અન્ય દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરવા કહ્યું હતું, જેથી એ જાણી શકાય કે યુદ્ધની સ્થિતિમાં કોણ-કોણ તેની સાથે છે? આથી વાતચીતમાં કુરેશીને કોઈ દેશનો ખુલ્લો ટેકો નહીં હોવાની વાત કરી.

ચીને પણ ખુલ્લેઆમ સહયોગ આપવાનો ઇનકાર કર્યો. અમેરિકાએ પણ કડકાઈ દર્શાવી. આ તમામ અપડેટ વિદેશમંત્રીએ એનએસીની મિટીંગ પહેલા ઇમરાનને આપ્યા. આ દરમિયાન બુધવારે યોજાયેલી નેશનલ કમાન્ડ ઓથોરિટીની મિટીંગમાં આર્મી ચીફ બાજવાએ હાઈલેવલ વોર ટાળવાની અપિલ કરી. આ મિટીંગમાં પાકિસ્તાન તરફથી શાંતિ પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય થયો. આ અંગે ભારત સાથે સંપર્ક કરવા અને બાકી દેશોને આ અંગે જણાવવાની જવાબદારી પણ શાહને અપાઈ.  આ બધુ જોતા શાહે જાપાન સહિત પોતાનો ત્રણ દેશનો વિદેશ પ્રવાસ રદ કર્યો. લગભગ 10 વર્ષ પછી એવું થયું છે કે એનએસીની મિટીંગ રિવ્યૂથી આગળ વધીને કોઈ ખાસ હેતુ માટે બોલાવાઈ હોય. 
(નામ નહીં પ્રસિદ્ધ કરવાની શરતે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો