તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Arunachal Pradesh Youth Dead In Police Firing Outrage In Town Deputy Cm House AttackedArunachal Pradesh Youth Dead In Police Firing Outrage In Town Deputy Cm House Attacked

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી સીએમના ઘરમાં તોડફોડ કરી, પોલીસ ફાયરિંગમાં યુવકના મોત બાદ હિંસા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હિંસા પછી ઇટાનગરમાં ITBPની છ કંપનીઓ તહેનાત.
 • અરૂણાચલ સરકારે છ જૂથનાં સ્થાયી નિવાસ પ્રમાણ પત્ર આપવાનો નિર્ણય કર્યો હતો.
 • રાજ્યના 18 સામાજિક અને વિદ્યાર્થી સંગઠન તેના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે

ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં પ્રદર્શનકારીઓએ ઉપમુખ્યમંત્રી ચાઉના મેનના અંગત નિવાસસ્થાન અને ડેપ્યુટી કમિશનરના ઓફિસમાં તોડફોડ કરી. છ જૂથના સ્થાઈ નિવાસ પ્રમાણ આપવા માટેની ભલામણના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે. શુક્રવારે પોલીસ ફાયરિંગમાં ઘાયલ યુવકે રવિવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. જે બાદ સ્થિતિ  બેકાબૂ થતાં શહેરમાં કર્ફ્યૂ લગાવવો પડ્યો છે. કાયદો વ્યવસ્થા યોગ્ય રાખવા માટે ITBPની છ કંપનીઓ તહેનાત કરવામાં આવી. 

 

શનિવારે પથ્થરમારામાં 35 લોકો જખમી થયા હતા: પોલીસે જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓએ પોલીસ અને ફાયર સ્ટેશન નિશાન બનાવ્યાં. સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું અને રસ્તામાં ઊભેલા વાહનોને આગ લગાડી. ભીડે રેલવે સ્ટેશન તરફ જતાં રસ્તાને જામ કરી દીધાં. જે અંતર્ગત સેંકડો યાત્રી સ્ટેશન પર ફસાયેલાં રહ્યાં. શનિવારે ભીડે પથ્થરમારો કરતાં 24 પોલીસ કર્મચારીઓ સહિત 35 લોકો ઘાયલ થયા હતા. જે બાદ સેનાએ ઇટાનગર અને નાહરલાગુનમાં ફ્લેગ માર્ચ પણ કર્યું હતું. અહીં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો