વીરતા પુરસ્કાર / સેના પ્રમુખ જનરલ રાવતને પરમ વિશિષ્ટ સેવા મેડલ, 3 જવાનોને મરણોપરાંત કીર્તિ ચક્ર એનાયત

Divyabhaskar

Mar 15, 2019, 03:45 AM IST
army chief bipin rawat to receive param vishisht seva medal from president kovind
army chief bipin rawat to receive param vishisht seva medal from president kovind
X
army chief bipin rawat to receive param vishisht seva medal from president kovind
army chief bipin rawat to receive param vishisht seva medal from president kovind

  • મેજર ગૌબાને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા, LOC પર 3 આતંકીઓને ઠાર માર્યા હતા 
  • સેના, CRPFનાં 12 જવાનોને શૌર્યચક્રથી સન્માનિત કરાયા 

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ એવોર્ડ તેમને એનાયત કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના સમારોહમાં સેનાના સિપાહી બ્રહ્મ પાલ સિંહ અને CRPFના બે જવાનો રાજેન્દ્ર નૈન અને નવીન બબ્બન ધનવાડેને મરણોપરાંત કીર્તિચક્રથી સન્માનિત કરાયા છે. મેજર તુષાર ગૌબાને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા છે. 
મેજર તુષાર ગૌબા જાટ રેજિમેન્ટમાંથી છે
1.મેજર તુષાર ગૌબા 20 જાટ રેજિમેન્ટમાંથી છે. તેમનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા સેક્ટરમાં હતુ. તેમણે LOC પાસે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. તે સમયે પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં સેના અને CRPFનાં 12 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. 
 
1960માં આ એવોર્ડ એનાયત કરવાની શરૂઆત થઈ હતી
2.પરમ વિશિષ્ટ સેવા મેડલની શરૂઆત 1960માં કરવામાં આવી હતી. દેશની સેવા માટે તત્પર સેનાના જવાનોના મહત્વપૂર્ણ યોગદાન અને સેવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ મરણોપરાંત પણ આપવામાં આવે છે. 
સિપાહી બ્રહ્મપાલ સિંહ, રાષ્ટ્રીય રાઇફલ્સ (કીર્તિ ચક્ર-મરણોત્તર)
3.નવેમ્બર, 2017માં એક ગામમાં 3 આતંકી ઘૂસ્યાની જાણ થતાં એક મકાનમાં એકલા ઘૂસી ગયા. અંધારામાં ત્રણ તરફથી ગોળીઓ વાગ્યા પછી પણ બે આતંકીને ઠાર કર્યા અને પોતાના એક સાથીને પણ બચાવ્યો.
કોન્સ્ટેબલ રાજેન્દ્ર કુમાર નૈણ, સીઆરપીએફ (કીર્તિ ચક્ર-મરણોત્તર)
4.3 આતંકી એક મકાનમાં ઘૂસ્યાની જાણ થતાં ટીમો પહોંચી. ગોળીબાર વચ્ચે રાજેન્દ્ર અને સાથીઓએ બીજા 10 સાથીને બહાર કાઢ્યા. આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો પણ રાજેન્દ્ર બેભાન થયા ત્યાં સુધી ફાયરિંગ કરતા રહ્યા. એક આતંકીને ઠાર માર્યો. 
હેડ કોન્સ્ટેબલ રવીન્દ્ર ધનાવડે, સીઆરપીએફ (શૌર્ય ચક્ર-મરણોત્તર)
5.પુલવામામાં જિલ્લા પોલીસ લાઇનમાં 3 આતંકી ઘૂસ્યા હતા. તેમની સાથે લડવામાં રવિન્દ્ર શહીદ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થવા છતાં લડત આપવાનું ચાલુ રાખ્યું અને આતંકીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. 
 
કેપ્ટન જયેશ વર્મા, રાષ્ટ્રીય રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
6.સપ્ટેમ્બર, 2017માં કાશ્મીરમાં 3 આતંકીએ ભાગતી વખતે ગોળીબાર કરતાં મેજર જયેશે એક આતંકીને ઠાર કર્યો. બીજા બે એક ઘરમાં છુપાઇ ગયા. તેમના ગોળીબાર વચ્ચે ઢસડાઇને નજીક પહોંચ્યા અને ગ્રેનેડ ઝીંક્યો. બન્ને આતંકી માર્યા ગયા. 
ગનર રંજીત સિંહ, રાષ્ટ્રીય રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
7.ઓપરેશન દરમિયાન એક ઘરમાંથી 6 આતંકી નીકળ્યા અને ફાયરિંગ કરવા લાગ્યા. રંજીત સિંહને જાંઘ પર ગોળી વાગવા છતાં તેમણે આતંકીઓને રોક્યા અને એકને ઠાર માર્યો. બાકીના આતંકી બીજી તરફ ભાગ્યા, અન્ય સૈનિકોએ તેમને ઠાર કર્યા.
 
મેજર પવન ગૌતમ, રાષ્ટ્રીય રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
8. ગત 31 માર્ચે આતંકીઓ અંગે બાતમી મળતાં મેજર ગૌતમે ઘેરાબંધી કરી. બે આતંકીએ તેમના પર ગ્રેનેડ ઝીંક્યા, ફાયરિંગ કરવા લાગ્યા. તેઓ ઢસડાતાં એક આતંકી તરફ આગળ વધ્યા અને તેને ઠાર કર્યો. ઓપરેશનમાં અન્ય 6 આતંકી પણ માર્યા ગયા.
કેપ્ટન અભિનવ ચૌધરી, રાષ્ટ્રીય રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
9.ગત 8 ઓગસ્ટે 5 આતંકીની ગતિવિધિની જાણ થતાં આતંકીઓના બચવાનો રસ્તો રોકી દીધો. ભારે ગોળીબાર કરતાં કરતાં છુપાયેલા આતંકીઓની નજીક પહોંચ્યા અને એક પાક. આતંકીને ઠાર માર્યો. અભિયાનમાં તમામ 5 આતંકી માર્યા ગયા.
લાન્સ નાયક અયુબ અલી, રાજપૂતાના રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
10.ગત 15 સપ્ટેમ્બરે એક ઘરમાં છુપાયેલા આતંકીઓની ઘેરાબંધી કરી. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. એક સૈનિક ઘાયલ થઇ ગયો. તે જોઇને તેઓ છુપાવાની જગ્યાએથી બહાર નીકળ્યા અને એક આતંકીને ઠાર કર્યો. બે ઘાયલ સૈનિકને સુરક્ષિત બહાર કાઢવામાં પણ મદદ કરી.
મેજર અમિત કુમાર ડિમરી, રાષ્ટ્રીય રાઇફલ્સ (શૌર્ય ચક્ર)
11.ગત 20 સપ્ટેમ્બરે 5 આતંકી અંગે બાતમી મળતાં અમિત કુમારના નેતૃત્વમાં ઓપરેશન શરૂ થયું. તેમણે બે આતંકીને ઠાર માર્યા. બીજા દિવસે બીજા બે આતંકી માર્યા ગયા. ત્યાર બાદ ગૌશાળામાં છુપાયેલા એક આતંકીને પણ અમિત કુમારે જ અંદર ઘૂસીને માર્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી