તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

-40 તાપમાનમાં હિસારની અનીતા કુંડુએ એંટાર્કટિકાનું સૌથી ઊંચુ શિખર સર કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે સવારે 4.20 કલાકે પુરુ કર્યુ મિશન 'માઉંટ વિન્સન'
  • અનીતા હરિયાણા પોલીસમાં સબ ઈન્સપેક્ટર છે.


હિસારઃ વિશ્વ પ્રસિદ્ધ પર્વતારોહી અનિતા કુંડે સોમવારે દક્ષિણ ધ્રુવ પર સ્થિત એન્ટાર્કટિકા મહાદ્વીપનું સૌથી ઊંચુ વિન્સન શિખર સર કર્યું છે. હિસારનાં ફરીદપુરની અનીતાએ ઠંડી હવાઓ અને માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં સોમવારે સવારે 4.20 કલાકે શિખર પર પહોંચીને તેનું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ હતુ.
 

આ અભિયાનની શરૂઆત 7મી જાન્યુઆરીએ કરી હતી. વિન્સન શિખર દુનિયાનાં સૌથી ઠંડા શિખરોમાંનું એક છે. અહી સામાન્ય તાપમાન 40 થી 50 ડિગ્રી હોય છે.   

હરિયાણા પોલીસમાં સબ ઈન્સપેક્ટર અનીતા દુનિયાના  સૌથી ઊંચા  શિખર માઉન્ટ એવરેસ્ટને નેપાળથી 2013માં અને ચીનથી 2017માં સર કરી ચુકી છે. આ પ્રકારે શિખર સર કરનાર અનીતા ભારતની પ્રથમ મહિલા પર્વતારોહી છે.

અનીતા સેવન સમિટ અભિયાન પર કામ કરી રહી છે. જેમા સાત મહાદ્વીપોના સાત સૌથી ઊંચા શિખરોને સર કરવાનું લક્ષ્ય છે. અનીતા માર્ચ 2018માં ઈન્ડોનેશિયાની કારસ્ટેસ પિરામિડ શિખર, ઓગષ્ટ 2018માં યુરોપની એલ્બ્રુશ, ઓક્ટોબર 2018માં આફ્રીકાનું કિલિમંજારો પણ સર કરી ચુકી છે.  

અન્ય સમાચારો પણ છે...