તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્દોર-ભોપાલ સહિત દેશનાં 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  પ્લાસ્ટિક પર 31 જાન્યુઆરી સુધી 18  અન્ય એરપોર્ટ પર લાગશે પ્રતિબંધ
  • AAIએ ગ્રીનહાઉસ ગેસની અસરને ઘટાડવા માટે પર્યાવરણ નિતી પણ બનાવી

નવી દિલ્હીઃ એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ દેશમાં 16 મોટા એરપોર્ટ પર પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવેથી યાત્રીઓ સ્ટ્રો, પ્લાસ્ટિક, કટલરી, અને પ્લાસ્ટીકની પ્લેટ્સ જેવો સામાન લઈ શકશે નહિ.

 

AAIએ 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે. આ એરપોર્ટમાં ઈન્દોર, ભોપાલ, અમદાવાદ, ભુવનેશ્વર, તિરુપતિ, ત્રિચી, વિજયવાડા, દેહરાદુન, ચંદીગઢ, વડોદરા, મદુરૈ, રાયપુર, વિજાગ, પૂણે, કોલકત્તા, સહિત વારાણસીનો સમાવેશ કરાયો છે.   

AAIએ ક્વોલિટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા સાથે મળીને 31 જાન્યુઆરી 2019 સુધી 34 મોટા એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. આ 34 એરપોર્ટ પર 10 લાખ યાત્રિઓનો જમાવડો રહે છે. મૂલ્યાંકનના આધારે AAIએ પહેલા રાઉન્ડમાં 16 એરપોર્ટ પસંદ કર્યા હતા. 

એરપોર્ટનાં ડાયરેક્ટર અર્યમા સાન્યાલ પ્રમાણે, તમામ એરપોર્ટનાં ફુડ સ્ટોલ પર ઈકો ફ્રેન્ડલી પ્લેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્લાસ્ટિક બોટલ માટે ક્રેશર મશીન પણ લગાવી દેવાયુ છે. જેના વપરાશ પર મુસાફરોને ફુડ કાઉન્ટર પર 12 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યુ છે. ઓથોરિટીએ ગ્રીન હાઉસ ગેસની અસરમાં ઘટાડો કરવા માટે પણ એક પર્યાવરણ નિતી બનાવી છે. 

અન્ય સમાચારો પણ છે...