તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું MIG વિમાન ક્રેશ, બંને પાયલટનાં મોતની આશંકા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જમ્મુ કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક MIG ફાઈટર પ્લેન ક્રેશ
 • વિમાન ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ
 • વિમાને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક MI-17 ચોપર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટના કયા કારણસર થઈ તે અંગે હજુ માહિતી મળી નથી. દુર્ઘટનામાં બંને પાયલટના સહિત 6 જવાન શહીદ થઈ છે. આ ચોપરે શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. આ ચોપર ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. અહિં જાણ કરવાની કે છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયાં છે. બેંગાલુરુમાં એરો શો દરમિયાન બે સુર્ય કિરણ વિમાન સામસામે અથડાયાં હતા અને ક્રેશ થયા હતા જેમાં પણ એક પાયલટનું મોત શહીદ થયા હતા.   

 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચોપર નીચેની તરફ આવવા લાગ્યું અને થોડીવારમાં જોરદાર અવાજ આવ્યો અને વિમાન ક્રેશ થઈ ગયું હતું. જેમાં આગ લાગી ગઈ. ઘટનાસ્થળે પોલીસ અને બચાવ દળ પહોંચી ગયા છે.

 

આ પહેલાં રાજસ્થાનમાં MI-17 ક્રેશ થયું હતું: બડગામની પહેલાં રાજસ્થાનના પોખરણમાં MIG-27 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તે સમયે આ વિમાન પ્રશિક્ષણ ઉડાન પર હતું અને જૈસલમેરથી ઉડ્યું હતું. જો કે તે દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો