એનાલિસિસ / 73 લોકસભા બેઠકો પર મહિલા વોટર્સની સંખ્યા વધુ, પરંતુ પહેલા પણ આમાથી 3 બેઠકો પર જ મહિલાઓને જીત મળી

Divyabhaskar | Updated - Mar 14, 2019, 12:37 PM
73 lok sabha seats of 18 states has more female voters than male
X
73 lok sabha seats of 18 states has more female voters than male

  • હાલ લોકસભામાં 66 મહિલા સાંસદ, નીચલા ગૃહનાં ઈતિહાસમાં આ સંખ્યા સૌથી વધારે છે

નવી દિલ્હીઃ દેશમાં 73 લોકસભાની સીટો એવી છે, જ્યાં મહિલા વોટર્સની સંખ્યા પુરુષોની સરખામણીમાં 1200થી 70 હજાર સુધી વધારે છે. આવી તમામ સીટો પર મહિલાઓએ છેલ્લી બે ચૂંટણીમાં પુરુષ મતદાતાઓની સરખામણીમાં 1%થી માંડી 13% વધારે મતદાન કર્યુ છે. આવી બેઠકો પરથી 2009ની લોકસભા ચૂંટણીમાં 4 અને 2014માં 3 મહિલાઓ જીતી હતી. 
 

હાલ લોકસભામાં 66 મહિલા સાંસદ
1.ગત લોકસભામાં 66 મહિલાઓ સાંસદ બની હતી. અહીં ફક્ત ત્રણ મહિલા સાંસદ એવી બેઠકો પરથી જીતી છે જ્યાં મહિલા વોટરની સંખ્યા પુરુષોથી વધારે છે. બાકીની 63 મહિલાઓ એવી બેઠકો પરથી જીતીને આવી છે જ્યાં પુરુષ વોટર મહિલાઓ કરતા વધારે હતા. 1951માં 22 મહિલાઓની પસંદગી લોકસભા માટે કરવામાં આવી હતી. 1977ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી 19 મહિલાઓ સાંસદ બની હતી. 
2.હાલની લોકસભામાં સૌથી વધારે 14 મહિલાઓ ઉત્તરપ્રદેશની છે. આ ઉપરાંત સૌથી વધારે 31 મહિલા સાંસદ ભાજપમાંથી છે. TMCમાંથી 12 અને કોંગ્રેસમાંથી 4 મહિલા સાંસદ છે. 
3.રાજ્યસભાનાં 244 સભ્યોમાં 27 મહિલા સાંસદ છે, જેમાં ભાજપમાંથી 7 અને કોંગ્રેસમાંથી 7 મહિલા સાંસદ છે. 
4.
રાજ્ય બેઠકો 2014 2009
આંધ્રપ્રદેશ 19 01 03
અરુણાચલપ્રદેશ 02 00 00
બિહાર 10 01 00
ગોવા  02 00 00
હિમાચલ પ્રદેશ 01 00 00
જમ્મુ-કાશ્મીર  01 00 00
કર્ણાટક 01 00 00
કેરલ 10 00 00
મહારાષ્ટ્ર 01 00 00
મણિપુર 01 00 00
ઓરિસ્સા 02 00 00
રાજસ્થાન 01 00 00
તમિલનાડુ 16 01 01
ત્રિપુરા  01 00 00
પશ્વિમ બંગાળ 01 00 00
ઉત્તરાખંડ 02 00 00
દીવ અને દમણ 01 00 00
કુલ  73 બેઠકો 03 04
2009માં આ 4 સીટો પર મહિલાઓ જીતી હતી
5.આંધ્રનાં શ્રીકાકુલમથી ડો.કિલીકૃપા રાની (YSR કોંગ્રેસ), આંધ્રની વિજયનગરમ બેઠકથી બોચા ઝાંસી લક્ષ્મી (કોંગ્રેસ)આંધ્રની બાપતલા બેઠક પરથી પનાબાકા લક્ષ્મી (કોંગ્રેસ) અને તમિલનાડુની કન્યાકુમારી બેઠક પરથી જે.હેલન ડેવિડસન (DMK)ને 2009માં જીત મળી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App