તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Republic Day Parade Live Watch Indian Army And Indian Republic Day Speech From Rajpath Delhi

દેશ મનાવી રહ્યો છે 70મો ગણતંત્ર દિવસ, આજે પરેડમાં દેખાશે નારી શક્તિની ઝલક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેલીવાર નેતાજીની ફોજના 4 સૈનિકો પણ પરેડમાં સામેલ થશે
  • આસામ રાઈફલ્સની મેજર ખૂશ્બુ કંવરના નેતૃત્વમાં મહિલા સૈનિકો પરેડમાં ભાગ લેશે.

નવી દિલ્હી: દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહી છે. આ દરમિયાન સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારપછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજા ફરકાવ્યો હતો. લાંસ નાયક નઝીર અહમદ વાણીને મરણોપરાંત અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. 146 મહિલા જવાનોની સમગ્રટૂકડી અને આઝાદ હિંદ ફૌજના 4 સૈનિકો પહેલીવાર પરેડમાં સામેલ થયા હતા. 

 

2019ની પરેડ 7 પોઈન્ટમાં

 

1. શહીદ નઝીર વાણીને અશોક ચક્ર


લાંસ નાયક નઝીર અહમદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કાશ્મીરના કુલગામમાં વાણી એક સમયે આતંકીઓ સાથે હતા પરંતુ 2004માં તેઓ સેનામાં સામેલ થયા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં શોપિયા એન્કાઉન્ટર દરમિયાન નઝીર શહીદ થઈ ગયા હતા. આ ઓપરેશનમાં છ આતંકીઓને મારવામાં આવ્યા હતા. અશોક ચક્ર શાંતિ કાળમાં આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર છે.

 

2. આઝાદ હિંદ ફોજના સેનાનીઓ પ્રથમવાર પરેડમાં સામેલ થયા


ગણતંત્ર સમારોહના ઈતિહાસમાં પહેલીવાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આઝાદ હિંદ ફોજના 4 સેનાની 98 વર્ષના  લાલતી રામ, 99 વર્ષના પરમાનંદ, 97 વર્ષના હીરા સિંહ અને 95 વર્ષના ભાગમલ પરેડમાં સામેલ થયા હતા. 

 

3. સમગ્ર મહિલા ટૂકડી સામેલ થઈ


પેહીલાવર 146 મહિલાઓની સમગ્ર ટૂકડી પરેડમાં સામેલ થઈ હતી. તેમનું નેતૃત્વ મેજર ખૂશ્બુ કંવરે કર્યું હતું. મણિપુરના ઉખરુલમાં મેજરના પદ પર તહેનાત ખૂશ્બુ કંવરનો જન્મ જયપુરના શેખાવત પરિવામાં થયો હકો, ખૂશ્બુના પતિ રાહુલ પણ સેનામાં મેજર છે. એમબીએની વિદ્યાર્થી રહેલી ખૂશ્બુને શરૂઆતથી જ સેનામાં જવાની ઈચ્છા હતી. 2012માં તેમને કમીશન મળ્યું અને 2018માં તેઓ મેજર બન્યા.

 

4 પહેલીવાર મહિલા જવાને પુરુષ ટૂકડીને લીડ કરી


લેફ્ટિનન્ટ ભાવના કસ્તૂરીએ પરેડમાં સમગ્ર પુરુષ ટૂકડી આર્મી સર્વિસ કોર્પ્સ (એએસસી)નું નેતૃત્વ કર્યું. ભાવના આવું કરનારા પ્રથમ મહિલા ઓફિસર બન્યા છે.

 

5. ગાંધીજીની થીમ પર રહ્યો ટેબલો


આ વખતની પરેડમાં મોટા ભાગનો ટેબલોની થીમ મહાત્મા ગાંધી અને તેમના વિચારો રહ્યા છે. પશ્ચિમ બંગાળે ગાંધીજીની કોલકાતા યાત્રા, દિલ્હીએ ગાંધીજીના બિરલા હાઉસ પ્રવાસ, ગુજરાતે દાંડી યાત્રા, તમિલનાડુએ ગાંધીજીના પહેરવેશમાં બદલાવ અને મહારાષ્ટ્રએ ભારત છોડો આંદોલન દર્શાવ્યું હતું. ઉત્તરપ્રદેશના ટેબલામાં ગાંધીજીની વારાણસી યાત્રા બતાવવામાં આવી હતી. પંજાબના ટેબલામાં જલિયાવાલા બાગ નરસંહાર દર્શાવવામાં આવ્યો હતો.

 

6. અમેરિકાથી આવેલી તોપ પહેલીવાર સામેલ થઈ


પરેડમાં યુદ્ધ ટેક ટી-90 ભીષ્મ સામેલ કરવામાં આવી હતી. અમેરિકાથી ખરીદવામાં આવેલી એમ-777 એ-2 અલ્ટ્રાલાઈ હોવિત્ઝર તોપ પહેલીવાર પરેડમાં સામેલ થઈ છે. ડીઆરડીઓએ પરેડમાં મધ્યમ અંતરથી હવામાં હુમલો કરનારી મિસાઈલ અને રિકવરી વાહન અર્જુનને પહેલીવાર સામેલ કરવામાં આવ્યા હતા. પરેડમાં મદ્રાસ રેજીમેન્ટ, રાજપૂતાના રાઈફલ્સ અને શીખ રેજીમેન્ટે પણ સલામી આપી.

 

7. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ


ગણતંત્ર દિવસ પરેડમાં આ વર્ષે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાઈરિલ રામફોસા મુખ્ય અતિથિ બન્યા હતા. સમારોહમાં તેમની પત્ની પણ સામેલ થઈ હતી. 

 

 

રાજપથથી લાલ કિલ્લા સુધી ગણતંત્ર દિવસની પરેડ

 

દોઢ કલાક સુધી ચાલનારી પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. આ વર્ષે પરેડની આગેવાની નારી શક્તિ કરશે. આસામ રાઈફલ્સની મેજર ખૂશ્બુ કંવરના નેતૃત્વમાં મહિલા સૈનિકો પરેડમાં ભાગ લેશે. સેનાના જણાવ્યા પ્રમાણે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પરેડમાં મહિલા સૈનિકો વધારે જોવા મળશે. આ સિવાય રાજપથ પર એક મહિલા ઓફિસર બાઈક સ્ટંટ પણ કરશે. ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજથી લાગુ થયું હતું.

 

વિદેશી મહેમાન મુખ્ય અતિથિ


ગણતંત્ર દિવસે 1950થી જ વિદેશી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજાઓને બોલાવવાની પરંપરા છે. અત્યાર સુધી આ સમારોહમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન, પાકિસ્તાન અને ચીનથી લઈને પડોશી રાજ્ય ભૂટાન, શ્રીલંકાના પ્રમુખ ભાગ લઈ ચૂક્યા છે. ફ્રાન્સના પ્રતિનિધિ સૌથી વધારે વખત ગણતંત્ર દિવસ મારહોમાં મુખ્ય અતિથિ બન્યા છે. પહેલાં ગણતંત્ર દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મહેમાન બન્યા હતા. 2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. જોકે આ વખતે પણ ભારત સરકારે અમેરિકિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમારોહનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેમણે આ આમંત્રણનો સ્વીકાર ન કરતાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાઈરિલ રમપોસાને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા છે. 

 

પરેડ માટે 600 કલાક તૈયારી કરે છે દરેક જવાન


ભારતીય સેના 26 જાન્યુઆરીની પરેડની તૈયારી ઓગસ્ટથી જ શરૂ કરી દે છે. આ દરમિયાન પરેડ માટે એક જવાન અંદાજે 600 કલાક તૈયારી કરે છે. જવાનોની શરૂઆતની તૈયારી તેમના રેજીમેન્ટમાં હોય છે. ડિસેમ્બરથી તેઓ દિલ્હીમાં પરેડની તૈયારી કરે છે. 26 જાન્યુઆરી 1950માં પહેલો ગણતંત્ર દિવસ રાજપથ પર નહીં પરંતુ ઈર્વિન સ્ટેડિયમમાં મનાવવામાં આવ્યો હતો. 1950થી 1954 સુધી ગણતંત્ર દિવસનો સમારોહ ક્યારેક ઈર્વિન સ્ટેડિયમ, ક્યારેક કિંગ્સવે કેમ્પ, ક્યારેક લાલ કિલ્લા પર તો ક્યારેક રામલીલા મેદાનમાં થયો હતો. 1955માં પ્રથમ વખત ગણતંત્ર સમારોહ રાજપથ પર થયો હતો. ત્યારથી અત્યાર સુધી નિયમીત રીતે આ કાર્યક્રમ રાજપથ પર જ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...