તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટીનો ટેકરો પડવાથી 10 મજૂર મહિલાઓના મોત, એક ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહ્યાં હતા મજૂરો\
  • ઘાયલનો ઈલાજ હોસ્પિટલમાં શરૂ

નારાયણપેટઃ તેલંગાનામાં એક ગામમાં 10 મહિલા મજૂરો કામ કરી રહ્યાં હતા ત્યારે ભેખડ ધસી પડતા, 10 મહિલા મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે. પોલીસે જણાવ્યું કે મજૂરો મનરેગા અંતર્ગત કામ કરી રહ્યાં હતા. એસપી ચેતને કહ્યુ કે, "મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ દેવાયાં છે. ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે."

કુવો ખોદી રહી હતી મહિલા મજૂર- એસપીઃ એસપીના જણાવ્યા મુજબ 12 મહિલા મજૂર વરસાદના પાણીને સંગ્ર કરવા માટે કુવો ખોદી રહી હતી ત્યારે માટીનો એક મોટો ટેકરો તેમના પર પડ્યો હતો. ઈન્ડિયન પેનલ કોડ અંતર્ગત મારીકલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. 

મુખ્યમંત્રીએ કહ્યું- દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઃ તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યાપૂર્ણ છે. પીડિતોને દરેક સંભવિત મદદ આપવા માટે અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...