સરન્ડર  / ઉગ્રવાદી સંગઠન એનએલએફટીના 88 સભ્યએ આત્મસમર્પણ કર્યું

આત્મસમર્પણ કરતા ઉગ્રવાદી સંગઠન એનએલએફટીના સભ્ય
આત્મસમર્પણ કરતા ઉગ્રવાદી સંગઠન એનએલએફટીના સભ્ય

Divyabhaskar.com

Aug 14, 2019, 04:04 AM IST

ધાલાઇ: કેન્દ્ર સરકાર સાથે શાંતિકરાર બાદ ઉગ્રવાદી જૂથ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી-એસડી)ના 88 સભ્યએ મંગળવારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ સમક્ષ સરન્ડર કર્યું. તેમના સરન્ડર અંગે દેબે કહ્યું કે સરકાર પુનર્વસન નીતિઓ મુજબ તેમની મદદ કરશે.

એનએલએફટીના એક સભ્યએ કહ્યું કે અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા માટે સારું જ કરશે. 30 વર્ષથી હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા એનએલએફટી-એસડીના સાબિરકુમાર દેબબર્મા તથા કાજલ દેબબર્માએ 10 ઓગસ્ટે નવી દિલ્હીમાં શાંતિકરાર પર સહી કરી હતી. 1989થી સક્રિય એનએલએફટી-એસડીએ 2005થી 2015 દરમિયાન 317 હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો.

X
આત્મસમર્પણ કરતા ઉગ્રવાદી સંગઠન એનએલએફટીના સભ્યઆત્મસમર્પણ કરતા ઉગ્રવાદી સંગઠન એનએલએફટીના સભ્ય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી