રાજ્યસભા / ભાજપ અને કોંગ્રેસના 51 સાંસદ એપ્રિલમાં સેવાનિવૃત્ત થશે, તૃણમૂલ- YSR કોંગ્રેસને બેઠક વધવાની આશા

ભાજપ માટે આ ચૂંટણી મહત્વની છે કારણ કે રાજ્યસભામાં પાર્ટીની બહુમતી નથી
ભાજપ માટે આ ચૂંટણી મહત્વની છે કારણ કે રાજ્યસભામાં પાર્ટીની બહુમતી નથી

  •  રાજ્યસભામાં વર્તમાનમાં ભાજપના 82 સાંસદ, તેમા એપ્રિલમાં થનારી ચૂંટણીમાં 13 બેઠકો મળી શકે છે 
  • રાજ્યસભામાંથી કોંગ્રેસના 11 સભ્ય રિટાયર થશે, હાલ ગૃહમાં પાર્ટીના 46 સાંસદ; 10 બેઠકો મળવાની શક્યતા છે

Divyabhaskar.com

Feb 15, 2020, 11:03 AM IST

નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી ભાજપ અને કોંગ્રેસના 51 સાંસદ એપ્રિલમાં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. આ સાથે જ એપ્રિલમાં યોજાનારી ચૂંટમીમાં આ બન્ને પક્ષો સાથે સાથે તૃણમૂલ કોંગ્રેસ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને વધારે બેઠક મળવાની સંભાવના છે. ભાજપ માટે આ એટલા માટે મહત્વનું છે કારણ કે રાજ્યસભામાં તેને હાલ પણ બહુમતી મળી નથી. રાજ્યસભામાં ભાજપના 82 સાંસદ છે. પાર્ટીને આશા છે કે એપ્રિલમાં યોજાનારી ચૂંટણીમાં તેને 13 બેઠક મળી શકે છે. રાજ્યસભામાં હાલ 245 સાંસદ છે.

ઓરિસ્સામાં રાજ્યસભાની ત્રણ બેઠકોમાંથી બીજુ જનતા દળ (BJD)ને બે અને ભાજપને એક બેઠક જ્યારે આંધ્રપ્રદેશની તમામ 4 બેઠકો YSR કોંગ્રેસને મળવાની આશા છે. ભાજપને હિમાચલ અને હરિયાણાથી એક એક બેઠક મળવાની આશા છે. રાજ્યસભામાં કોંગ્રેસના 46 સાંસદ છે અને તેને 10 બેઠક મળવાની શક્યતા છે. કોંગ્રેસના 11 સભ્ય એપ્રિલમાં રિટાયર થશે.

રાજ્ય બેઠક
1 મહારાષ્ટ્ર 7
2 તમિલનાડુ 6
3 બિહાર 5
4 પશ્વિમ બંગાળ 5
5 આંધ્રપ્રદેશ 4
6 ગુજરાત 4
7 મધ્યપ્રદેશ 3
8 રાજસ્થાન 3
9 તેલંગાણા 3
10 ઓરિસ્સા 3
11 ઝારખંડ 2
12 છત્તીસગઢ 2
13 આસામ 1
14 મણિપુર 1
15 હરિયાણા 1
16 હિમાચલપ્રદેશ 1

RJD રાબડી દેવીને રાજ્યસભામાં ઉતારી શકે છે
ભાજપના વરિષ્ઠ નેતઓના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં નિષ્ફળ નિવડ્યાં છતા રાજ્યમાંથી 2 સભ્ય રાજ્યસભામાં જશે. સાથે જ સત્તારૂઢ શિવસેનાનો એક, NCPના 2 અને કોંગ્રેસનો એક સાંસદ રાજ્યસભામાં પહોંચી શકે છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાને પણ એક બેઠક મળવાની આશા છે. પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને પાંચમાંથી ચાર બેઠક મળવાની આશા છે, જ્યારે કોંગ્રેસે માકપાને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા. બિહારમાં JDU અને ભાજપ ગઠબંધનને 3, જ્યારે RJDને 2 બેઠક મળવાની આશા છે. RJDએ રાબડી દેવીને રાજ્યસભામાં મોકલવાના સંકેત આપ્યા છે.

રિટાયર થનારાઓમાં ઉપસભાપતિ હરિવંશ અને NCP નેતા શરદ પવાર સામેલ
તમિલનાડુમાં 6 બેઠકો ખાલી થશે, જેમાં અન્નાદ્રમુક અને દ્રમુકને 3-3 બેઠકો મળી શકે છે. રાજ્યસભામાં અન્નાદ્રમુકના 11 સાંસદ છે. મધ્યપ્રદેશની ત્રણ બેઠકોમાંથી બે પર કોંગ્રેસ અને એક પર ભાજપને મળી શકે છે. એપ્રિલમાં જે સભ્ય સેવાનિવૃત્ત થશે તેમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ, NCP નેતા શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા, દિગ્વિજયસિંહ, મધુસૂદન મિસ્ત્રી, ભાજપના વિજય ગોયલ અને સત્યનારાયણ જટિયા, દ્રમુકના ટી શિવા, JDUથી કહકશાં પરવીન અને અન્નાદ્રમુકની વિજલા સત્યનાથ સામેલ છે.

X
ભાજપ માટે આ ચૂંટણી મહત્વની છે કારણ કે રાજ્યસભામાં પાર્ટીની બહુમતી નથીભાજપ માટે આ ચૂંટણી મહત્વની છે કારણ કે રાજ્યસભામાં પાર્ટીની બહુમતી નથી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી