તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 Met From Infected Jabalpur; All Four Returned From Germany And Dubai, Of Which 3 Are Members Of The Same Family

4 સંક્રમિત જબલપુરમાંથી મળ્યા; ચારેય જર્મની અને દુબઈથી પરત આવ્યા હતા, તેમાંથી એક જ પરિવારના 3 સભ્ય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં એમ્સની બહાર દર્દીના પરિવારો માસ્ક લગાવેલા દેખાય છે - Divya Bhaskar
દિલ્હીમાં એમ્સની બહાર દર્દીના પરિવારો માસ્ક લગાવેલા દેખાય છે
  • ચારેય સંક્રમિતોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા, હેલ્થ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવે પૃષ્ટી કરી
  • કોરોના સંક્રમિતમાં એક જર્મની અને 3 દુબઈથી પરત ફર્યા હતા, ટેસ્ટ પોઝિટિવ આવ્યા

ભોપાલઃ કોરોના વાઈરસનો શુક્રવારે મધ્ય પ્રદેશમાં સૌ પ્રથમ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત સંક્રમણની પૃષ્ટિ જબલપુરમાં થઈ છે. અહીં જર્મની અને દુબઈથી પરત ફરેલા 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકી ત્રણ વ્યક્તિ એક જ પરિવારના છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ પલ્લવી જૈન ગોવિલના જણાવ્યા પ્રમાણે ચારેય વ્યક્તિને નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ લોકોનું સંક્રમણ પ્રથમ સ્ટેજમાં છે.
આ અગાઉ ગુરુવારે ચારેય વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી. જબલપુર મેડિકલ કોલેજની લેબમાં કોરોના તપાસની વ્યવસ્થા છે, માટે 23 કલાકમાં ચારેય વ્યક્તિના ટેસ્ટ રિપોર્ટ આવી ગયા હતા. સ્થાનિક પ્રશાસને હવે સંક્રમણની અસર ધરાવતા પરિવારોની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે જ એક યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રશાસન હવે સંક્રમિતોના પરિવારોની પણ તપાસ કરી રહ્યું છે. આ માટેની એક સૂચિ તૈયાર કરવામાં આવી રહી છે કે વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ ચારેય લોકો ક્યાં ક્યાં ગયા હતા અને કોને મળ્યા હતા. તમામની તપાસ કરવામાં આવી રહી છે.

મોલ, શાળા-કોલેજ બધુ જ બંધ
કોરોના વાઈરસના જોખમ ટાળવા માટે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો, મોલ, સિનેમા ઘરો બંધ કરવામાં આવ્યા છે. સરકારે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આગળના ધોરણમાં પાસ કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...