તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 Astronauts Will Be Sent To Russia For 11 Months Training, Two Years Later The Mission Will Be Launched On The 75th Anniversary Of Independence

4 અંતરિક્ષ યાત્રિકોને 11 મહિનાની ટ્રેનિંગ માટે રશિયા મોકલાશે, બે વર્ષ પછી આઝાદીની 75મી વર્ષગાંઠ પર મિશન લોન્ચ કરાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, તમામ અંતરિક્ષ યાત્રિકો રશિયામાં 11 મહિના સુધી ટ્રેનિંગ લેશે
  • ચારેય અંતરિક્ષ યાત્રિઓને દેશના સૌથી ભારે લોન્ચ વ્હીકલ GSLV માર્ક-3થી મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ અંતરિક્ષમાં ભારતના પહેલા માનવ મિશન ‘ગગનયાન’ માટે પસંદ કરાયેલા 4 યાત્રિકોને 11 મહિનાની ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અંતરિક્ષ યાત્રિકોની ટ્રેનિંગ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ કરાશે. 10 હજાર કરોડ રૂપિયાને ખર્ચે ગગનયાન પ્રોજેક્ટ તૈયાર કરાશે. જેને 2022માં દેશની આઝાદીની 75મીવર્ષગાંઠ પર લોન્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રશિયામાં 11 મહિના ટ્રેનિંગ લીધા પછી પણ યાત્રિઓને ભારતમાં પણ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં ઈસરો દ્વારા ડિઝાઈન મોડ્યુઅલની ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાંયાત્રિકોને મોડ્યુઅલને સંચાલિત કરતા અને તેની સાથે કેવી રીતે કામ કરવું તેની ટ્રેનિંગ અપાશે. આ તમામ યાત્રિકોને દેશના સૌથી ભારે લોન્ચ વ્હીકલ GSLV માર્ક-3માં અંતિરક્ષ લઈ જવાશે અને તે ઓછામાં ઓછા સાત દિવસ અંતિરક્ષમાં રહેશે.
અંતરિક્ષ મિશન માટે ગગનયાન સલાહાકાર સમિતિની રચના કરશે
ઈસરોએ અંતરિક્ષમાં માનવ મોકલવાની તૈયારી માટે ગગનયાન સલાહકાર સમિતિની રચના કરી હતી. ગત વર્ષે મે મહિનામાં, વાયુસેનાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે ગગનયાન મિશન માટે ક્રૂ સિલેક્શન અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવાની કરાર સમજૂતી કરી હતી. ટ્રેનિંગ માટે ઈસરોએ રશિયાની અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસ્મોસ સાથે ગત વર્ષે જૂલાઈના રોજ એક કરાર કર્યો હતો. આ પહેલા, ઈસરોના પ્રમુખે જણાવ્યું કે, 2020માં ચંદ્રયાન-3 લોન્ચ કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી ગઈ છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ભારત 25થી વધારે મિશન લોન્ચ કરશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો