1000 લિસ્ટેડ કંપનીઓનો 37 હજાર કરોડ ટેક્સ બચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા પછી ક્રિસિલનું અનુમાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા દેશની ટોપ 1000 લિસ્ટેડ કંપનીઓને આશરે રૂ. 37 હજાર કરોડનો ટેક્સ બચી શકે છે. આ આંકડો સરકારે ધારેલા ટેક્સ બચતના આંકડા કરતા ચોથા ભાગનો છે.

ભારત મોટા ભાગના એશિયાઈ દેશોની બરાબરીમાં આવી ગયું
ક્રિસિલ રિસર્ચનું આ અનુમાન નાણાકીય વર્ષ 2018-19ના ટેક્સ ચૂકવ્યા પહેલાના નફા પર આધારિત છે. આ પ્રમાણે ભારતીય કંપનીઓની આવક અને એબિટડા માર્જિન ચાલુ નાણાકીય વર્ષમાં 5.6% ટકા રહેવાની આશા છે. એટલે આ કંપનીઓની ટેક્સ બચતનો વાસ્તવિક આંકડો આ અનુમાનથી વધારે પણ હોઈ શકે છે.  ક્રિસિલ રિસર્ચે એક નિવેદનમાં કહ્યું છે કે, સરકારે સુસ્ત અર્થતંત્રને ગતિ આપવા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો લીધેલો નિર્ણય ઘણો મહત્ત્વનો છે. આ પગલાં પછી ભારત મોટા ભાગના એશિયાઈ દેશોની બરાબરીમાં આવી ગયું છે. સરકારે શુક્રવારે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25.17% કરી દીધો હતો. તેમાં તમામ સેસ અને સરચાર્જ પણ સામેલ છે. 

કોર્પોરેટ ટેક્સ છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો હતો 
ક્રિસિલ રિસર્ચના વિશ્લેષણ પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટ ટેક્સ વધ્યો હતો. આ વિશ્લેષણ 80થી વધુ ઉદ્યોગ ક્ષેત્રો સાથે જોડાયેલી આશરે 1000 કંપની પર આધારિત છે, જેમનો માર્કેટ કેપમાં હિસ્સો 70%થી વધુ છે. ઓઈલ એન્ડ ગેસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ સહિત આ તમામ કંપનીઓ કુલ રકમનો એક તૃતીયાંશ હિસ્સો દેવા તરીકે ચૂકવે છે.