કઠુઆમાંથી 6 AK-47 સાથે 3 આતંકી ઝડપાયા, હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં સુરક્ષાબળોની બીજી મોટી સફળતા, પહેલા લશ્કર-એ-તોયબાના આતંકી આસિફને ઠાર માર્યો
  • પંજાબ- જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરી છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓને 6 AK-47 સાથે  પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ઝડપી પડાયા છે. સુરક્ષાબળોને એક ટ્રકમાં હથિયાર લઈ જવાઈ રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાબળોએ ટ્રકની અટકાયત કરી ત્રણ આતંકીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. 
કઠુઆના એસએસપીએ જણાવ્યું કે, હથિયાર અને ગોળા-બારુદ લઈ જઈ રહેલા એક ટ્રકને જપ્ત કરી લેવાયો છે. સુરક્ષાબળોમા માટે બે દિવસોમાં બીજી સૌથી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષાબળોએ લશ્કર-એ-તોયબા ના આતંકી આસિફને ઠાર માર્યો હતો. જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોને સવારે આતંકી છુપાયા હોવાની બાતમી મળી હતી.