તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગજના તાવથી વધુ 28 બાળકોના મોત, મૃત્યુઆંક 122એ પહોંચ્યો;10 વર્ષમાં 471ના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવની બિમારીના ઘણા કેસ 
  • 10 વર્ષમાં આ બિમારીના 1417 કેસ સામે આવ્યા, સૌથી વધારે મોત આ વર્ષે થયા

મુઝફ્ફરપુર (બિહાર): એક્યૂટ ઈંસેફેસાઈટિસ સિન્ડ્રોમ (AES) બિમારીએ માસુમ બાળકો પર કાળો કહેર વર્તાવ્યો છે. બિહારમાં રવિવારે મોડી રાત સુધી વધુ 28 બાળકોના મોત થયા છે. મુઝફ્ફરપુરના SKMCHમાં 18, કેજરીવાલ હોસ્પિટલમાં ત્રણ, વૈશાલીમાં ચાર અને મોતિહારીમાં બે બાળકોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 122 બાળકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા 10 વર્ષોમાં 471 બાળકો આ બિમારીનો ભોગ બની ચુક્યા છે. 

કેન્દ્રએ હવે બાળકોના મોતનું કારણ જાણવા અને સારવારની વ્યવસ્થા કરવા માટે એક રિસર્ચ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન મુઝફ્ફરપુરના SKMCH હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ અંદાજે 5 કલાક સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. તેમને પોતે 100 દર્દીઓની કેસ હિસ્ટ્રી વિશે અભ્યાસ કર્યો હતો. હર્ષવર્ધને કહ્યું કે, બિમારીનું કારણ જાણવા માટે મુઝફ્ફરપુરમાં એક રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે.સ્વાસ્થ્ય વિભાગના કહ્યાં પ્રમાણે, મુઝફ્ફરપુરના કેજરીવાલ હોસ્પિટલ અને SKMCHમાં અત્યાર સુધી 91 બાળકોના મોત થઈ ચુક્યા છે. 

વર્ષદર્દીબાળકોના મોત
2019286127
20183511
20170904
20163004
20157511
201434286
201312439
2012336120
201112145
20105924
કુલ1417 471

 1994માં આ બિમારી સામે આવી હતી, હજુ સુધી કોઈ વ્યવસ્થા નથીઃ

  • મગજના તાવથી બાળકોના પીડિત હોવાનો કેસ 25 વર્ષ પહેલા 1994માં સામે આવ્યો હતો. તે સમયે પણ કહેવામાં આવ્યું હતું કે, આ ઈંસેફેલાઈટિસ છે. પરંતુ તપાસમાં ઈંસેફેલાઈટિસનો વાઈરસ મળ્યો ન હતો. નિષ્ણાતોની ટીમ તપાસમાં લાગી ગઈ છે. પરંતુ અત્યાર સુધીની તપાસમાં આ બિમારી જૂન મહિનામાં વધારે ગરમી અને હ્મૂમિડિટી એટલે કે ભેજ વધારે હોવાના કારણે સામે આવે  છે. મોટા ભાગના કેસમાં કુપોષિત બાળકોમાં ગ્લુકોઝ અને સોડિયમ લેવલ ઘણું ઓછું હોવાના કારણે મોત થાય છે. શાના કારણે આ ઓછું થઈ જાય છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્વનું છે કે આ કેસમાં સ્થાનિક નિષ્ણાત ડોક્ટર્સના મંતવ્ય પણ અલગ અલગ છે. 
  •  ડો. વ્રજમોહન કહે છે કે, 1994થી અમે આ બિમારીને જોઈ રહ્યાં છીએ. શરૂઆતમાં પુણેથી વાઈરલ એક્સપર્ટ ટીમ આવી હતી. તપાસ કરી પણ કંઈ જ મળ્યું ન હતું. બિમારી કઈ છે તે અંગે પણ કોઈ માહિતી મળી ન હતી. 2013-14માં આ કેસ વધી ગયા હતા. ત્યારબાદ તપાસ માટે દિલ્હીથી NICDની ટીમ આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ મેટાબોલિક કોઝ ઓફ કંવલસન છે, એટલે કે શરીરમાં કેટાબોલિઝમની પ્રક્રિયા અસંતુલિત બની જાય છે. મોટાભાગના બાળકોમાં ગ્લૂકોઝનું સ્તર ઘટી જાય છે. ખાસ કરીને સવારના સમયે કુપોષિત બાળકોમાં આ બિમારી થાય છે.
  • ડો. જેપી મંડલ કહે છે કે, મગજના તાવનો કેસ વર્ષ દરમિયાન આવે છે. ઉનાળામાં સંખ્યા વધી જાય છે. 10 વર્ષથી રિસર્ચ કરી રહ્યો છું. જે પ્રકારે બાળકો અચાનક બેભાન થઈ જા, તાવ ચઢી જવો. જો કે આ દુર્ભાગ્ય છે કે આ વાઈરસ હજુ સુધી શોધાયો નથી. બે વસ્તુ ઘણી જ જરૂરી છે. પહેલા તો જેટલું થઈ શકે એટલું જલ્દી આ વાઈરસની તપાસ કરવામાં આવે. બીજું અહીં જ વાયરોલોજી લેબ હોવી જરૂરી છે. પટનામાં વાયરોલોજી લેબમાં પણ બે-ચાર પ્રકારના વાયરસ અંગે જાણી શકાય છે. મોટા ભાગના કેસમાં આ જાણી શકાયું નથી.