• Gujarati News
  • National
  • 25 Delegations From European Countries Visit Kashmir On A Two Day Visit Today News & Updates

25 દેશોના પ્રતિનિધિઓની કાશ્મીર મુલાકાતઃતમામ સભ્ય ડાલ સરોવર ફરવા માટે પહોંચ્યા, ઘાટીના સભ્યો હાલની સ્થિતિની સમીક્ષા કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યૂરોપિય સંઘના પ્રતિનિધિમંડળે ગત મહિને કાશ્મીરની મુલાકાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો
  • તેમના કહ્યાં પ્રમાણે, તે ‘ગાઈડેડ ટૂર’ના પક્ષમાં નથી અને તેઓ પોતાની મરજીના નેતાઓને જ મળવા માંગે છે

શ્રીનગરઃ  જર્મની, કેનેડા, ફ્રાન્સ અને અફઘાનિસ્તાન સહિત 25 દેશોના ડેલિગેટ્સ બુધવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. તેઓ અહીંયા અનુચ્છેદ 370 હટાવાયાના 6 મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા છે. ગત મહિને અમેરિકન રાજદૂતના નેતૃત્વમાં 15 ડેલિગેટ્સે કાશ્મીરની મુલાકાત લીધી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વખત યૂરોપિયન યૂનિયન સાથે ખાડી દેશોના ડેલિગેટ્સ જમ્મુ -કાશ્મીર પહોંચ્યા છે. 
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યા પહેલા ઉત્તર કાશ્મીરમાં ફળ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. ત્યાં તેઓ મીડિયા, સામાજિક સમૂહો અને જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ભારતીય સેના પ્રતિનિધિમંડળને ઘાટીમાં સુરક્ષાની સ્થિતિ વિશે જણાવશે. સાથે જ નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાકિસ્તાન કેવી રીતે આંતકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, તેના વિશે પણ જણાવવામાં આવશે. ડેલિગેટ્સની નવી બેંચમાં પોલેન્ડ, બુલ્ગારિયા અને ચેક ગણરાજ્યના યૂરોપિયન સંઘના પ્રતિનિધિ પણ સામેલ છે.

સરકાર ડેલિગેટ્સને કાશ્મીરની મુલાકાત શા માટે કરાવી રહી છે?
ગત વખતની મુલાકાતમાં યૂરોપિયન પ્રતિનિધિમંડળે કાશ્મીરની મુલાકાતે જવા માટે ઈન્કાર કરી દીધો હતો. તેમના કહ્યાં પ્રમાણે તે ‘ગાઈડેડ ટૂર’ના પક્ષમાં નથી અને તેઓ પછી ત્યાં જશે. જેના કારણે ગત વખતની મુલાકાતમાં અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટર સહિત બાંગ્લાદેશ, વિયતનામ, નોર્વે, માલદીવ, દક્ષિણ કોરિયાસ મોરક્કો, નાઈઝીરિયા અને અન્ય દેશોના ડેલિગેટ્સ કાશ્મીર ગયા હતા. EUના ડેલિગેટ્સે કહ્યું હતું કે તે પોતાની મરજીથી પસંદ કરેલા નેતાઓને મળવા માંગે છે. એટલા માટે તે પછી કાશ્મીર જશે.