તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 208 Teachers And Chancellors Letter To PM Modi Left Wing Destroys Educational Institutions Across The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

208 શિક્ષકો અને કુલપતિઓનો વડાપ્રધાન મોદીને પત્ર- લેફ્ટ વિંગે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓનો માહોલ બગાડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
5મી જાન્યુઆરીએ JNUમાં થયેલી હિંસક ઘટના બાદ ડાબેરી પક્ષના વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યાં છે - Divya Bhaskar
5મી જાન્યુઆરીએ JNUમાં થયેલી હિંસક ઘટના બાદ ડાબેરી પક્ષના વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યાં છે
 • મોદીને લખેલા પત્રનું શીર્ષક ‘શૈક્ષણિક સંસ્થાઓમાં લેફ્ટ સંગઠનોની અરાજકતા વિરુદ્ધ નિવેદન’ છે
 • પત્ર લખનારાઓમાં હરિ સિંહ ગૌર, સરદાર પટેલ યુનિવર્સિટી, બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના વીસી પણ સામેલ

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) હિંસા અંગે 208 જેટલા યુનિવર્સિટીના શિક્ષકો અને કુલપતિઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડાબેરી કાર્યકર્તાઓએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનો માહોલ ખરાબ કર્યો છે. આ પત્રનું શીર્ષક ‘લેફ્ટ સંગઠનોની અરાજકતા વિરુદ્ધ નિવેદન’છે. શિક્ષકો ઉપરાંત પત્ર લખનારાઓમાં હરિ સિંહ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આરપી તિવારી, દક્ષિણ બિહારની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચસીએસ રાઠોડ, સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી પણ સામેલ છે.

મોદીને લખેલા પત્રની ખાસ વાતો

 • પત્રમાં શિક્ષકોએ લખ્યું કે, અમે નિરાશા સાથે અનુભવી રહ્યા છીએ કે વિદ્યાર્થી રાજકારણના નામે નુકસાન પહોંચાડનારા લેફ્ટનો એજન્ડા કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ JNUમાં જામિયા, AMUથી જાદવપુર સુધીનો ઘટનાક્રમ અમને ચેતવણી આપી રહ્યો છે કે લેફ્ટ વિંગના એક્ટિવિસ્ટ શિક્ષણનો માહોલ બગાડી રહ્યા છે.
 • ‘ડાબેરીઓના રાજકારણના કારણે સાર્વજનિક વાતચીત અને સ્વતંત્રતાપૂર્વક નિવેદન આપવું મુશ્કેલ બન્યું છે.
 • એવી માંગો કે જેમાં સમજૂતીનો કોઈ અવકાશ ન હોય. આ મુદ્દે ધરણા, બંધ અને ચોક્કસ લોકોને નિશાન બનાવવા તે આ લેફ્ટ એક્ટિવિસ્ટની સામાન્ય પદ્ધતિ છે. ડાબેરી વિચારધારાને ન અપનાવનારનું સાર્વજનિક રીતે દોષારોપણ અને હેરાન કરવાની ઘટનાઓ ચરમસીમા પર પહોંચી ગઈ છે.
 • પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજનીતિની સૌથી ખરાબ અસર એવા વિદ્યાર્થીઓ પર પડી છે કે જેઓ ગરીબ છે અને અધિકારોથી વંચિત સમુદાયોમાંથી આવે છે. આ પ્રકારના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા અને વધારે સારા ભવિષ્ય માટે તક ગુમાવી રહ્યા છે.
 • એવા વિદ્યાર્થી તેમનો દ્રષ્ટિકોણ રાખવાની આઝાદી અને વૈકલ્પિક રાજનીતિની તકો પણ ગુમાવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ બહુમતિ ડાબેરી રાજનીતિની વાત સ્વીકારવા માટે મજબૂર છે.
 • શિક્ષકો અને કુલપતિઓએ અપીલ કરી છે કે શૈક્ષણિક, વૈચારિક સ્વતંત્રતા અને વાણી અભિવ્યક્તિની આઝાદી માટે તમામ લોકતાંત્રિક શક્તિઓ સાથે મળીને કામ કરે.

હિંસા પાછળ કેન્દ્ર સરકારનો હાથઃ કોંગ્રેસ સમિતિ
કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિએ કહ્યું છે કે જવાહર લાલ નેહરું યુનિવર્સિટી (JNU)કેમ્પસમાં 5મી જાન્યુઆરીના રોજ થયેલી હિંસા પાછળ સરકારનો હાથ હતો. સમિતિએ યુનિવર્સિટીના કુલપતિ એમ જગદીશ કુમારને તાત્કાલિક રીતે પદ પરથી દૂર કરાવની માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો