કાશ્મીર / પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોના મોત, 7 ઘાયલ

ભારતીય સેના, ફાઇલ ફોટો
ભારતીય સેના, ફાઇલ ફોટો

  • પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
  • આ વર્ષે 10 ઓક્ટોબર સુધી પાકિસ્તાને 2317 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું- ભારતીય સેના

Divyabhaskar.com

Dec 03, 2019, 07:59 PM IST

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે લાઇન ઓફ કન્ટ્રોલ પાસે પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બોર્ડર પર થયેલી ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું હતું જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર પોલીસે રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલમાંથી ઘુસણખોરી કરી રહેલા એક યુવકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ ચાલુ છે. જાણકારી પ્રમાણે તે પીઓકેના એક ગામનો રહેવાસી છે.

પાકિસ્તાને નાના હથિયારો અને મોર્ટારથી હુમલો કર્યો
રક્ષા વિભાગના પ્રવક્તાએ કહ્યું- શાહપુર અને કિરની સેક્ટરમાં બોર્ડર પારથી થયેલી ફાયરિંગ બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી હતી. બપોરે લગભગ 2.30 વાગ્યે પાકિસ્તાને નાના હથિયારો અને મોર્ટારથી હુમલો કર્યો હતો. બીજી તરફ સુરક્ષાદળોએ કિશ્તવાડમાં ઇકલા પ્લમરના જંગલમાંથી એક આતંકવાદી તારિક હુસૈન વાનીને એક રાઇફલ અને 64 કારતૂસ સાથે પકડ્યો હતો.

આ વર્ષે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 147 આતંકવાદી ઠાર
ભારતીય સેનાના સૂત્રોએ 11 ઓક્ટોબરે જણાવ્યું હતું કે 10 ઓક્ટોબર સુધી પાકિસ્તાને 2317 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. LoC અને કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં 147 આતંકવાદી મારવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાને ગત વર્ષે 1629 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને સેનાની કાર્યવાહીમાં 254 આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા.

X
ભારતીય સેના, ફાઇલ ફોટોભારતીય સેના, ફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી