તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 17 Year Old Shooting Champion Manu Bhaker Said Losing Is Also Important Like Winning, Defeat Only Gives Energy To Win

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 વર્ષની શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકરે કહ્યું-જીતવા માટે હાર પણ જરૂરી, આનાથી સકારાત્મક ઉર્જા મળે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મનુ ઓલમ્પિક તૈયારી માટે પ્રેક્ટિસ અને બીએ ઓનર્સ માટે રોજ 2 કલાક અભ્યાસ કરે છે
 • દિલ્હીના લેડી શ્રીરામ કોલેજથી પોલેટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ કરી રહી છે.

પાનીપતઃ 2019માં શૂટિંગના ચાર વર્લ્ડકપ યોજાયા હતા. 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ચારેય વખત ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીતનારી આ ટીમમાં દેશને બે યુવા શૂટર સૌરભ ચૌધરી અને મનુ ભાકર હતા. મનુ હાલ 17 વર્ષની છે. તે આ વર્ષે યોદાનારા ટોકિયો ઓલમ્પિકની તૈયારીઓ કરી રહી છે. સાથે જ દિલ્હીના લેડી શ્રીરામ કોલેજથી પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ કરી રહી છે. સવારે બે કલાક અભ્યાસ કરે છે. પછી આખો દિવસ શૂટિંગ રેન્જમાં જ પસાર થાય છે. 2019માં મિક્સ્ડ ઈવેન્ટમાં તે સફળ રહી, પણ સિંગલ્સમાં તેમને ઘણી વખત હારનો સામનો પણ કરવો પડ્યો હતો. મ્યૂનિખ વિશ્વ કપમાં તે પહેલા નંબરે હતી. પણ અચાનક પિસ્તોલ તૂટી અને ગોલ્ડ જીતવાનું સપનું પણ તૂટી ગયું, પણ તેનો હોસલો નહોતો તૂટ્યો. મનુના કહ્યાં પ્રમાણે, હારવું પણ જીતવાની જેમ જરૂરી હોય છે. હારવાથી જીતવામાં એનર્જી મળે છે. શૂટર મનુ ભાકર સાથે ભાસ્કરની વિશેષ ચર્ચા..

સવાલઃ તમે પહેવા માર્શલ આટર્સ, બોક્સિંગ, ટેનિસ રમતા હતા, રાષ્ટ્રીય સ્તરે સફળતા પણ મળી, પછી શૂટર કેવી રીતે બન્યા?
મનુઃ પહેલાથી જ ખેલાડી બનવાની ઈચ્છા હતી. ઘણા સ્પોર્ટ્સ પણ ટ્રાય કર્યા. રમતા રમતા શૂટિંગ વિશે ખબર પડી. મમ્મી-પપ્પાએ પણ શૂટિંગ ટ્રાય કરવા માટે કહ્યું તો મેં શૂટિંગ શરૂ કર્યું. સારી રમત છે, જેટલી મહેનત કરશો એટલી જોવા પણ મળશે. એટલા માટે જ પછી શૂટિંગને પસંદ કર્યું. 
સવાલઃ જો ટોકિયો ઓલ્મપિક માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું તો તૈયારી કેવી હશે?
મનુઃ ઓલ્મપિકની ટીમ જ્યારે પણ જાહેર થશે, મારી ટ્રેનિંગ તો એવી જ રહેશે જેવી હાલ કરી રહી છું. બસ થોડો ટાઈમ અને કોન્સટ્રેશન પર વધારે કામ કરીશ. 

સવાલઃ ગત વર્ષે મ્યૂનિખ વિશ્વ કપમાં તમે 10 મીટરમાં ઓલ્મપિક કોટા મેળવ્યો હતો. 25 મીટરના ફાઈનલમાં પિસ્તોલ તૂટી ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ શું શિખવાડે છે?
મનુઃ ત્યાં હું ઘણી સારી રીતે શૂટ કરી રહી હતી. શરૂઆતથી માંડી છેલ્લે સુધી હું પહેલા નંબરે જ હતી. કોટા અને મેડલ જીતવાનો ચાન્સ હતો, અચાનક મારી પિસ્તોલના બોલ્ટ અથવા ચેમ્બરમાંથી કંઈક તૂટી ગયું, જેના લીધે શોટ ફાયર ન થઈ શક્યો. અને હું બહાર થઈ ગઈ. મારા માટે ખુબ જ દુખદ હતું, પણ મેં ઝડપથી રિકવર કરી લીધું હતું.
સવાલઃ મનુ ભાકર, સાક્ષી મલિક, ફોગાટ બહેનોની રમતમાં મળેલી સફળતા બાદ હરિયાણામાં દીકરીઓ માટે શું ફરક દેખાયો?
મનુઃપહેલા કરતા હવે ઘણી છોકરીઓ રમત ગમતમાં ભાગ લઈ રહી છે. તેમના પરિવારજનો પણ તેમને પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત દીકરીઓમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. ઘણી પોઝિટિવિટી આવી છે, આનાથી ઘણી સારી અસર થઈ રહી છે. 

સવાલઃ ગત વર્ષે 10 મીટર મિક્સ્ડ ટીમ(એર પિસ્તોલ)ઈવેન્ટમાં તમે 4 વર્લ્ડ કપ ગોલ્ડ જીત્યા, વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં તૈયારીમાં કેટલો ફરક છે?
મનુઃ મિક્સ્ડ ડબલમાં ઘણું સારુ વર્ષ રહ્યું. હું ઈન્ડિવિઝ્યુઅલ વધારે ફોકસ કરું છું, કારણ કે તમે ઈન્ડિવિઝ્યુલ સ્કોર બરાબર રાખવાનો પ્રયાસ કરો છો. 

સવાલઃ અભ્યાસ અને પ્રેક્ટિસ કેવી રીતે મેનેજ કરો છો?
મનુઃ અભ્યાસ અને સ્પોર્ટ્સ વચ્ચે બેલેન્સ કરવું કપરું છે. તેમ છતા હું બન્ને કરું છું. સ્પોર્ટ્સ શિડ્યુલ હોવા છતા રોજ બે કલાક વાંચું છું.  

સવાલઃ આખા દિવસનું શિડ્યુઅલ કેવું હોય છે?
મનુઃ સવારે 6 વાગે ઉઠી જાઉ છું. ત્યારબાદ 7 વાગ્યા સુધી તૈયાર થઈને 9 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. ત્યારબાદ શૂટિંગ રેન્જ પહોંચું છું અને પ્રેક્ટિસ શરૂ કરું છું. બપોરે લંચ બ્રેક હોય છે. સાંજ સુધી ત્યાં જ પ્રેક્ટિસ કરું છું.

સવાલઃ કોઈ પણ મેચ દરમિયાન મગજમાં શું ચાલતું હોય છે? કેવી રીતે ફોકસ કરશો?
મનુઃ મગજમાં જે વિચાર આવે છે, તેને રોકી ન શકાય. ગેમ વખતે પણ મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હોય છે, આપણે તેને રોકી ન શકીએ. પરંતુ એ વખતે બીજી કોઈ વાત વિચારીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરું છું. કારણ કે મગજનું કામ તો વિચારવાનું જ છે. જો ગેમ વિશે જ વિચારીશ તો મગજ પર પ્રેશર આવી જાય છે, એટલા માટે ઘણી બધી વાતો ન વિચારીને કોઈ એક વાત વિશે વિચારું છું.

સવાલઃ સોશયલ મીડિયા માટે કેટલો ટાઈમ ફાળવો છો?
મનુઃ સોશયલ મીડિયાનો ઘણો ઓછો ઉપયોગ કરું છું. સપ્તાહમાં એક કે બે વખત જો કોઈ પોસ્ટ નાંખવી હોય તો જ. સોશયલ મીડિયા ફોલોઅર્સને જોઈને સારું લાગે છે કે આટલા લોકો ફોલો કરે છે, મને સપોર્ટ કરે છે,આઈડિયલ માને છે. હું પૂરતો પ્રયાસ કરું છું કે મારી સાથે સાથે દેશને પણ ગર્વનો અનુભવ કરાવું. 

સવાલઃ યુવા દિવસ પર શું મેસેજ આપવા માંગો છો?
મનુઃ સ્પોર્ટ્સ, અભ્યાસ કે પછી કોઈ પણ એક્સટ્રા એક્ટિવિટીમાં યુવા જેટલી મહેનત કરશે,એમાં એટલા જ ઊભરી આવે છે. કોઈ પણ ફિલ્ડમાં જેટલી મહેનત કરશો, સફળતા જરૂર મળશે. બસ આશા ન છોડવી જોઈએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો