ચેતવણી / દેશના 17 કરોડ પાનકાર્ડ 30 માર્ચ સુધી આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો રદ્દ થઈ જશે

17 crore PAN cards in the country will be canceled unless linked to Aadhaar by March 30

 • CBDTના જણાવ્યા પ્રમાણે, 27 જાન્યુઆરી 2020 સુધી 30.75 કરોડ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાયા છે
 • 17.58 કરોડ પાનકાર્ડને હજુ પણ આધારકાર્ડ સાથે લિંક કરવાના બાકી છે.

Divyabhaskar.com

Feb 15, 2020, 01:20 PM IST

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્શેસન (CBDT)એ દેશના 17 કરોડ લોકોને ચેતવણી આપી છે કે, જો 31 માર્ચ, 2020 સુધી પાનાકાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તે રદ્દ થઈ જશે. CBDTના જણાવ્યા પ્રમાણે, 27 જાન્યુઆરી 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાયા છે. જો કે, 17.58 કરોડ પાનકાર્ડને હજુ પણ આધારકાર્ડ સાથે લિંક કરવાના બાકી છે. પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવા અંગેની સમયમર્યાદા ઘણી વખત વધારવામાં આવી છે અને હાલની સમયમર્યાદા 31 માર્ચ 2020ના રોજ પુરી થઈ જશે.

આધારકાર્ડને પાનકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું

 • સૌ પ્રથમ ઈનકમ ટેક્સની વેબસાઈટ incometaxindiadefiling.gov.in પર જવું પડશે
 • ત્યારબાદ ત્યાં ડાબી બાજુ તમને આધારને લિંક કરવાનો એક વિકલ્પ જોવા મળશે
 • ત્યારબાદ નવું પેજ ખુલશે, જેની ઉપર લાલ કલરમાં લખેલું ક્લીક હીઅર જોવા મળશે
 • જો તમે પહેલાથી તમારું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરેલું હશે, તો તેનું સ્ટેટસ આની પર ક્લિક કરીને વેરીફાઈ કરી શકશો
 • જો લિંકિંગ ન કર્યું હોય તો ક્લીક હીઅરની નીચે આપેલા બોક્સમાં પાન, આધાર નંબર, પોતાનું નામ અને કેપ્ચાં એન્ટર કરવાનું રહેશે.
 • ત્યારબાદ Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. તેની સાથે જ લિકિંગ પ્રોસેસ પુરી થઈ જાય છે.
 • ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાનકાર્ડ સાથે લિંકના સ્ટેટસની માહિતી મેળવી શકો છો
X
17 crore PAN cards in the country will be canceled unless linked to Aadhaar by March 30
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી