તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Three Suspects Arrested For Delivering Weapons To Terrorists, 12 Terrorists Arrested In Last 15 Days

આતંકીઓને હથિયાર પહોંચાડવાના મામલામાં ત્રણ શંકાસ્પદની ધરપકડ, છેલ્લા 15 દિવસમાં 12 આતંકી પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાસૂસી વિભાગના જણાવ્યા પ્રમાણે, પાકના આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં મોટા બ્લાસ્ટનું ષંડયંત્ર બનાવી રહ્યાં છે
  • પાકમાંથી 9 અને 16 સપ્ટેમ્બરની વચ્ચે 8 ચાઈનીસ ડ્રોનથી 80 કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને કાશ્મીરમાં મોકલાઈ
  • શંકાસ્પદ ઈમ્તિયાઝ અહમદ નેંગરુનો ભાઈ રિજાજ 2018માં જૈશે આતંકીઓની મદદ કરવામાં પકડાયો હતો

શ્રીનગરઃ પોલીસે જમ્મુ-પઠાનકોટ હાઈવે પરથી ગુરૂવારે રાતે ટ્રકની સાથે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. પોલીસને શંક છે કે આ ત્રણે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓને હથિયાર પહોંચાડવાનું કામ કરે છે. તેમાં ઈમ્તિયાઝ અહમદ નેંગરુ પણ છે, જેનો ભાઈ રિજાજ સપ્ટેમ્બર 2018માં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની મદદ કરતો પકડાયો હતો. છેલ્લા 15 દિવસમાં 12 આતંકવાદીની ધરપકડ થઈ છે.


21 સપ્ટેમ્બરે પોલીસે કઠુઆ જિલ્લામાંથી જૈશના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પંજાબમાંથી આવી રહેલો આ ટ્રક કાશ્મીર ઘાટી તરફ જઈ રહ્યો હતો. સર્ચિંગ દરમિયાન પોલિસે બંનેની ધરપકડ કરીને જપ્ત કર્યા છે. તેમની પાસેથી 6 એકે-47ની સાથે અન્ય હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

જાસૂસી એલર્ટ બાદ સતત રેડ કરવામાં આવી રહી છે


અધિકારીએ કહ્યું કે જાસૂસી એલર્ટ બાદ પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં રેડ કરવામાં આવી રહી છે. 22 સપ્ટેમ્બરે પંજાબના તરનતારનથી આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 12 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાંથી જૈશેના 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પાક સેના બ્લાસ્ટ માટે આતંકવાદીઓને સમર્થન કરી રહી છે


પંજાબના પોલિસ પ્રમુખ દિનકર ગુપ્તાએ પણ 24 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પાકમાંથી 9 અને 16 સપ્ટેમ્બરની વચ્ચે લગભગ ચીનના ડ્રોનથી 80 કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવી છે. પાકના આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં મોટા બ્લાસ્ટનું ષંડયંત્ર બનાવી રહ્યાં છે. તેના માટે પાક સેના અને આઈએસઆઈ આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનું સમર્થન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...