તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકવેરા વિભાગના 15 વરિષ્ઠ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી: સીબીડીટીએ ભ્રષ્ટાચાર અને અન્ય ગડબડના આક્ષેપ હેઠળ આવકવેરા વિભાગના 15 જેટલા વરિષ્ઠ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. જૂન મહિના પછી આ પ્રકારની આ ચોથી કાર્યવાહી છે. આ અગાઉ ત્રણ વખત કરાયેલી આવી કાર્યવાહીમાં 12 અધિકારી સહિત 49 કર અધિકારીઓને નિવૃત્ત કરાયા હતા. નિવૃત્ત કરાયેલા અધિકારીમાં અડધા તો એવા છે કે જેમની ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ ધરપકડ કરી હતી. 
 
જેમને નિવૃત્ત કરાયા તેમાં પ્રિન્સિપલ આવકવેરા કમિશનર, સહાયક આવકવેરા કમિશનર સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ અધિકારીમાં ઓ.પી.મીણા, આવેકવેરા કમિશનર શૈલેન્દ્ર મામીડી, પી.કે. બજાજ, જોઈન્ટ કમિશનર સંજીવ ઘાઈ, સહાયક કમિશનર કે. જયપ્રકાશ, વધારાના આઈટી કમિશનર અપ્પાલા રાજુ, આવકવેરા નાયબ કમિશનર એસ.એ. ફજાલ્લુલા, કૃપાસાગરદાસ, સહાયક કમિશનર પી.જોષ, સી.જે. વિલ્સેન્ડ, પી.કે. ભટ્ટાચાર્ય, કમલેશકુમાર ત્રિપાઠી અને એસ.આર. સેનાપતિનો સમાવેશ થાય છે.