• Gujarati News
  • National
  • 124 Cases So Far: Five New Cases Have Come Up In 3 States Today, 75 Infected In A Week

અત્યાર સુધી 145 કેસઃ આર્મીમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો, રેલવેએ 76 ટ્રેન રદ કરી, દિલ્હીમાં પ્રદર્શન પર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાનથી જેસલમેર આવેલા 230 ભારતીયોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. - Divya Bhaskar
ઇરાનથી જેસલમેર આવેલા 230 ભારતીયોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
  • ત્રણ મોતમાં એક કર્ણાટકના કલબુર્ગીમાં, બીજું દિલ્હીમાં અને ત્રીજું મુંબઈમાં થયું છે.
  • મરનાર ત્રણેય વ્યક્તિનું ઉંમર 60 વર્ષ ઉપર
  • હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે તમામ ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે
  • પુડ્ડુચેરીમાં મંગળવારે 68 વર્ષીય મહિલાના સંક્રમણની પૃષ્ટિ થઇ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 145 કેસ સામે આવી ચૂક્યા છે.  આર્મીમાં સંક્રમણનો પ્રથમ કેસ મંગળવારે સામે આવ્યો. જ્યાં સ્કાઉટના એક જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. તેના પિતાની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું છે કે તેઓ ઇરાનથી પરત ફર્યા હતાં અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જવાનના પરિવારને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 18 વર્ષના યુવક અને પુડુચેરીમાં 68 વર્ષની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.  17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને 1 કારગિલ જિલ્લાનો છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી 12 સંક્રમિત સ્વસ્થ થઈ ચૂક્યા છે. હર્ષવર્ધને કહ્યુ કે  54 હજાર લોકોને દેખરેખ હેઠળ રખાયા છે. રેલવેએ 76 ટ્રેન રદ્દ કરી છે. કોરોના વાયરસનો પ્રભાવ વધી રહેલો જણાતા દિલ્હી પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. 31 માર્ચ સુધી રાજ્યમાં ધરણા, પ્રદર્શન અને અન્ય કાર્યક્રમો રદ કરવાનો આદેશ જાહેર કર્યો છે. પોલીસ કોઇ પણ પ્રકારના કાર્યક્રમ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર નહીં કરે. પોલીસના આ આદેશ બાદ હવે શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર ખતરો જણાઇ રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ટૂંક સમયમાંજ પોલીસ શાહીનબાગના પ્રદર્શનકારીઓને હટાવી શકે છે. 


અપડેટ્સ

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે, હાલ કોરોના વાઈરસને કંટ્રોલ કરવા માટે ઈન્ટિગ્રેટેડ ડિસિઝ સર્વિસ સિસ્ટમથી 54 હજાર લોકો પર સર્વિલાસ રાખવામાં આવી રહ્યું છે. તેને દર ચાર પાંચ દિવસે ફોન કરીને સ્વાસ્થ્ય અંગેની માહિતી લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં ડોક્ટર્સ, પેરામેડિકલ અને એર લાઈન સાથે જોડાયેલા કર્મચારીઓ સહિત બીજા સ્ટાફને કોરોના વાઈરસનો પ્રકોપ હોવા છતા અન્ય દેશોથી લોકોને લઈ જઈ રહ્યા છે. ડોક્ટર અને પેરામેડિકલ્સ  જોખમ લઈને પોતાનું કામ કરી રહ્યા છે. 
મુંબઈમાં કેબિનેટ બેઠક યોજવામાં આવી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે અણે બસ-ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો નથી. આ જરૂરી સેવાઓ છે. પરંતુ લોકોને અપીલ કરીએ છીએ કે કારણ વિના પ્રવાસ ન કરે. જેમ કે પૂણેમાં આજે દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે. એવી જ રીતે હું મુંબઈના દુકાનદારોને અપીલ કરું છું કે તેઓ પણ જરૂરી દુકાનો છોડીને તેમની દુકાનો બંધ રાખે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમે કોઇ પણ સરકારી કચેરીમાં રજાની જાહેરાત કરી નથી. 


શિરડી મંદિરના દરવાજા બંધ કરાયા

કોરોના મહામારીના પગલે શ્રી સાઈબાબા સનાથન ટ્રસ્ટ દ્વારા શિરડી મંદિરના દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુંઓને દર્શને ન આવવા માટે વિનંતી કરાઈ છે. 
દિલ્હીમાં રાજઘાટ અને લાલકિલ્લાને પ્રવાસીઓ માટે 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.
 

કોરોના વાઈરસના પગલે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી સ્થગિત કરાઈ

કર્ણાટકના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 1.75 લાખ લોકોની તપાસ કરવામા આવી છે જેમાંથી 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 

12:57 PM કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનો કોરોના વાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે
કોરોના ઈફેક્ટ : પશ્ચિમ બંગાળમાં ગૌમૂત્ર 500 રૂ. લિટર અને છાણ પણ 500 રૂ. કિલો વેંચાઈ રહ્યું છે

12:35 PM લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહના છે અને 1 કારગિલ જિલ્લાનો છે. હવે લદ્દાખમાં કુલ કેસનો આંકડો 6 થયો છે. 

12:16 PM સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના વાઈરસના પગલે બચાવ કામગીરીમાં લાગેલા સેફગાર્ડ, ડોક્ટર, નર્સ અને તેમાં સામેલ તમામ લોકોનો આભાર માન્યો હતો. 

કોરોના વાઈરસને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન અને મલેશિયાના મુસાફરોની મુસાફરી પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. 

12:05 PM રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ભારત માટે સુનામી જેવું જ છે. ભારતના વાસીઓએ પોતાની જાતને કોરોના વાઈરસ જ નહી પણ આર્થિક વિનાશ સામે પણ લડવા માટે તૈયાર કરી લેવી જોઈએ. આવનારા 6 મહિનામાં કલ્પના નહીં કરી હોય તેવી આફત આવી જશે. 

11:52 AM  જમ્મુ કાશ્મીરમાં તમામ પાર્ક અને બગીચાઓને કોરોના વાઈરસને કારણે બંધ કરવામાં આવ્યા છે. અહીંયા કુલ 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

11:25 AM: કેન્દ્રીય મંત્રી વી મુરલીધરે કોરોના વાઈરસના સંક્રમણની શંકામાં પોતાને અલગ કર્યા છે. તે હાલ કેરળના ત્રિવેન્દ્રમમાં છે. 

11:20 AM CJI બોબડે અને અન્ય ત્રણ ન્યાયાધીશોએ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટના કોરિડોરની મુલાકાત લીધી હતી. તેઓ કોર્ટની સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છે. 
તકેદારીના ભાગ રૂપે બોલિવૂડ એક્ટર દિલીપ કુમારે આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. આ વાત તેણે ટ્વિટ કર પર જણાવી છે.

11:05 AM વડાપ્રધાન મોદી  સંસદીય પક્ષની બેઠકમાં સાંસદોને કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરવા માટે તેમના મત વિસ્તારોની મુલાકાત લેવા માટે કહ્યું છે.

10:48 AM મહારાષ્ટ્રના શિરડીના મંદિરને 1500 કલાક એટલે કે 65 દિવસ માટે બંધ કરી દેવાયું છે.  10:54 AM  મહારાષ્ટ્રના કસ્તૂરબા હોસ્પિટલમાં કોરોના વાઈરસના કારણે 64 વર્ષીય વૃદ્ધ દર્દીનું મોત થયું છે 10:44 AM તમિલનાડુની જેલમાં આવતા બે અઠવાડિયા સુધી કેદીઓને કોઈની સાથે મુલાકાત કરવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત જેલની અંદર તમામ કેદીઓને તપાસવા માટે મોનિટરિંગ રૂમ બનાવાયા છે.  10.30AM મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર સ્ક્રિનીંગ શરૂ  કોરોના વાઈરસના કારણે મહારાષ્ટ્ર અને ગોવા બોર્ડર પર ચેક પોસ્ટ લગાવાઈ છે. આ ચેક પોસ્ટ બેલાગાવીમાં છે. જેમાં બન્ને બાજુ આવતા જતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.  10.26AM નોઈડામાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક પુરુષ અને મહિલા સામેલ છે. બન્નેને તેમના પરિવાર સાથે અલગ રાખવામાં આવ્યા છે.  આદિત્યનાથની જાહેરાત-  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે જાહેરાત કરી જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવશે તથા સ્થિતિને કાબુમાં કરવા માટે કોઈ પણ અડચણ પેદા કરશે તો તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત એપીડેમિક ડિસીઝ એક્ટ હેઠળ અધિકારીઓને વાઈરસને ફેલતો અટકાવવા માટેના તમામ પગલા લેવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કરશે અથવા અધિકારીઓથી ભાગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત દર્દીઓને છુપાવવાનો કોઈ પ્રયાસ કરશે અથવા આરોગ્ય ટીમને ગેરમાર્ગે દોરશે તો તેની સામે પણ પગલા લેવાશે અને જરૂર જણાશે તો કાયદા પ્રમાણે આવા લોકોને જેલ ભેગા પણ કરી દેવાશે. 9:55 AM કર્ણાટકના કાલબુર્ગીમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર 76 વર્ષના વૃદ્ધની સારવાર કરનારા ડોક્ટરનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર અને તેના પરિવારને તેમના ઘરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોક્ટરને આજે આઈસોલેશન વોર્ડમાં મોકલવામાં આવશે.  9:53 AM ફેડરેશન ઓફ પૂણે ટ્રેડ એસોસિએશને શહેરના ટ્રેડ માર્કેટ અને દુકાન ત્રણ દિવસ સુધી એટલે કે 19 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 9:39 AM મહારાષ્ટ્રના દાગદુશેઠ હલવાઈ મંદિરને કોરોના વાઈરસના કારણે બંધ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધી 39 કેસ સામે આવી ચુક્યા છે. 

8:51 AM મહારાષ્ટ્રનો શનિવાર વાડા ફોર્ટ જાહેર જનતા માટે બંધ કરી દેવાયો છે.

124 સંક્રમિતોમાંથી 2ના મોત 

સ્થિતિકેસ
હોસ્પિટલમાં દાખલ112
સ્વસ્થ થયેલા 12
મોત3
કુલ127

ગઈ કાલના કોરોના વાઈરસની સ્થિતિ જાણવા અહીંયા ક્લીક કરો 

અન્ય સમાચારો પણ છે...