તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 120 Indians Trapped In Iran Will Return Today, Be Held In Jaisalmer; Google Asks Bengaluru Employees To Work From Home

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસથી દેશમાં બીજું મોત, દિલ્હીમાં 69 વર્ષિય મહિલાએ જીવ ગુમાવ્યો; ઈટાલીથી આવેલા દીકરાથી ઈન્ફેક્શન થયું હતું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈરાનથી 44 ભારતીય પરત આવ્યા; 4 રાજ્યોએ કોરોનાને મહામારી અને આપત્તિ જાહેર કરી,5 રાજ્યોમાં શાળા-કોલેજ બંધ
 • આંધ્રપ્રદેશમાં પહેલો કેસ સામે આવ્યો, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 14 થઈ
 • પૂણેમાં અત્યાર સુધી 9 લોકોમાં સંક્રમણની પુષ્ટી ,સંક્રમિતો માટે વધુ 7 ક્વારેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા
 • રક્ષા મંત્રાલયે જણાવ્યું- ઈરાનમાં ફસાયેલા અન્ય 250 લોકોને 15 માર્ચે જૈસલમેર લાવવામાં આવશે, તમામનું સ્ક્રીનિંગ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસથી વધુ એક મોત થયું છે. કોરોનાવાઈરસના પગલે દિલ્હીમાં પ્રથમ મોત થયું છે. કોરોનાવાઈરસના લક્ષણ દેખાતા 69 વર્ષીય મહિલાને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા ડાયબિટીસ અને હાઈપરટેન્શનથી પણ પીડાતી હતી. મૃતક મહિલાનો પુત્ર તાજેતરમાં જ વિદેશથી આવ્યો હતો.
 
દેશમાં કોરોનાવાઈરસના મામલાઓની સંખ્યા શુક્રવારે 82 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તેમાં ભારતના 64, ઈટલીના 16  અને કેનેડાનો એક વ્યક્તિ સામેલ છે. સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવામાં આવી છે. દિલ્હી સરકારે કહ્યું કે જો કોઈ સંક્રમિત કે શકાસ્પદની સારવાર કરવાથી ઈન્કાર કરશે તો તેની પર એક્શન લેવામાં આવશે. સંક્રમણની શકયતા પગલે સુપ્રીમ કોર્ટેમાં હવે માત્ર અરજન્ટ મામલાઓની જ સુનાવણી થશે.

વડાપ્રધાન મોદીએ સાર્ક દેશોના નેતા મળીને કોરોના વાઈરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવાની અપીલ કરી છે. મોદીએ કહ્યું અમે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા આપણા નાગરિકોને સ્વસ્થ રાખવા અંગે ચર્ચા કરીએ છીએ. 

રાજ્યોમાં સ્થિતિ
ઉત્તરાખંડઃ શાળા કોલેજ સરકારે બંધ કરાવી છે. મુખ્યમંત્રીએ તમામ હોટલોને એડવાઈઝરી જાહેર કરી છે 
ઓરિસ્સાઃ સરકારે કોરોના વાઈરસને આપત્તિ જાહેર કરી. સિનેમા ઘર, સ્વીમિંગ પુલ અને જિમ બંધ રહેશે. 31 માર્ચ સુધી રાજ્યમાં તમામ શાળા કોલેજ બંધ રહેશે. વિધાનસભાની કાર્યવાહી 29 માર્ચ સુધી સ્થગિત રહેશે. 

હરિયાણાઃ હરિયાણાએ કોરોના વાઈરસને મહામારી જાહેર કરી છે. આ 1 વર્ષ માટે માન્ય રહેશે. હરિયાણા આવું કરનારું પહેલું રાજ્ય છે. 

દિલ્હીઃ કેજરીવાલ સરકારે પણ કોરોનાને મહામારી જાહેર કરી. અહીંયા 31માર્ચ સુધી શાળા કોલેજ અને સિનેમા બંધ રહેશે. સ્પોટ્સ કાર્યક્રમ પણ રદ કરાયા છે.
ઉત્તર પ્રદેશઃ સરાકરે કોરોના વાઈરસને મહામારી જાહેર કરી. 22 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો બંધ. યોગી આદિત્યનાથે કહ્યું કે જો પરીક્ષા ચાલી રહી છે તો શાળા બંધ નહીં થાય. અત્યાર સુધી યુપીમાં 11 કેસ સામે આવી ચુક્યા છે.
જમ્મુ-કાશ્મીરઃસ્પોર્ટ્સ કાઉન્સિલે 31 માર્ચ સુધી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાવી. 
કેરળઃ સરકારે વિધાનસભાની કાર્યવાહી 8 એપ્રિલ સુધી સ્થગિત કરી. એડવાઈઝરી જાહેર કરી. 

આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી વિદેશ પ્રવાસ નહીં કરેઃ મોદી

 • ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું, આગામી આદેશ સુધી દિલ્હીમાં સ્પોટ્સ સાથે જોડાયેલા તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે. IPLની પણ કોઈ મેચ નહીં રમાય. સાથે જ એવા કોઈ પણ કાર્યક્રમ નહીં થાય, જ્યાં સેંકડો-હજારોની સંખ્યામાં લોકોએ ભેગા થવું પડે. તમામ રાજ્યો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરાયો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા દિવસોમાં કેન્દ્રીય મંત્રી વિદેશ પ્રવાસ નહીં કરે.
 • આંધ્ર પ્રદેશમાં ગુરુવારે કોરોના વાઈરસનો પહેલો દર્દી મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત વ્યક્તિ 6 માર્ચે ઈટલીથી નેલ્લોર પાછો આવ્યો હતો. તેના સંપર્કમાં આવનારા પાંચ લોકોને પણ ક્વારૈન્ટાઈન કરી દેવાયા છે. તો બીજી બાજુ ન્યૂઝ એજન્સીએ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના હવાલાથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 14 હોવાની માહિતી આપી છે. અહીંયા ગુરુવારે મળેલા પૂણેમાં સંક્રમિત દર્દી તાજેતરમાં જ અમેરિકાથી પાછો આવ્યો હતો. તેના સહિત માત્ર માત્ર પૂણેમાં અત્યાર સુધી 9 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ ચુકી છે.

ગૂગલ કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું

 • રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમણે અહીંયાના આર્મી સેન્ટરમાં રાખવામાં આવશે. બીજી બાજૂ ગૂગલની બેંગલુરુ ઓફિસના એક કર્મચારીમાં વાઈરસના લક્ષણ સામે આવ્યા હતા. કંપનીએ જણાવ્યું કે, કર્મચારીની આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. કંપનીએ બેંગલુરુના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે.
 • રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ સંબિત ઘોષે જણાવ્યું કે, ઈરાનથી આવનારા લોકોને દક્ષિણી કમાન્ડ સેન્ટમાં રાખવામાં આવશે. સેનાએ કોરોના સંક્રમિતો માટે વધુ 7 ક્વારેન્ટાઈન સેન્ટર બનાવડાવ્યા છે. જે જૈસલમેર, સૂરતગઢ, ઝાંસી, જોધપુર, દેોલાલી, કોલકાતા અને ચેન્નાઈમાં છે. તેમણે કહ્યું કે, ઈરાનમાં ફસાયેલા અન્ય 250 લોકોને 15 માર્ચે જૈસલમેર લઈ જવાશે. તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાશે.

ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ પણ દેશના દરેક વ્યક્તિના વિઝા રદ કરી દેવાયા છે. માત્ર ડિપ્લોમેટિક અને એમ્પોલયમેન્ટ વિઝાને છૂટ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ભારતીયોએ બિનજરૂરી વિદેશયાત્રા ન કરવી જોઈએ. ભારતમાં રહેતા તમામ વિદેશીઓના વિઝા કાયદેસરના જ રહેશે. વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે. કેનેડાથી લખનઉમાં પોતાના સંબંધીઓને મળવા આવેલી એક મહિલામાં કોરોનાની પુષ્ટી થઈ છે. જો કે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મહિલાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. બીજી બાજુ પટનાના પીએમસીએચ અને એનએમસીએચમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો