ન્યાયપાલિકા / યૌન ઉત્પીડન અને બાળ ગુનાઓના મામલે 18 રાજ્યોમાં બનશે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ

1023 fast track court will be set up in 18 states on sexual harassment and child molestation

  • મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે કહ્યું- વિશેષ અદાલતો આગામી એક વર્ષમાં કામ કરવા લાગશે
  • નિર્માણ પર 700 કરોડ ખર્ચ થશે, બજેટના 474 કરોડ કેન્દ્ર અને બાકીની રકમ રાજ્ય સરકાર આપશે

Divyabhaskar.com

Jul 12, 2019, 02:19 PM IST

નવી દિલ્હીઃ યૌન ઉત્પીનડના મામલે તાત્કાલિક સુનાવણી માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ વિશેષ અદાલત આગામી એક વર્ષ સુધીમાં કામ શરૂ કરવા લાગશે. જેમાં મહિલાના યૌન ઉત્પીડન અને બાળ ગુના સાથે જોડાયેલાં પોક્સો એક્ટના મામલે સુનાવણી થશે. હાલ દેશમાં 664 ફાસ્ટ ટ્રેક કોર્ટ કામ કરે છે.

મંત્રાલયના પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યું કે વિશેષ અદાલતના નિર્માણ પર 700 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ રકમ નિર્ભયા કોષમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બજેટમાં 474 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને બાકી 226 કરોડ રાજ્ય સરકાર આપશે. દરેક ફાસ્ટ કોર્ટને સંચાલિત કરવામાં વર્ષે લગભગ 75 લાખનો ખર્ચ આવશે. જેને સ્થાપિત કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયની પાસે હશે, જ્યારે કાયદા મંત્રાલય દરેક ત્રણ માસે સુનાવણીની પ્રગતિ રિપોર્ટ તૈયાર કરશે.

18 રાજ્યોમાં બનશે ખાસ કોર્ટઃ પ્રસ્તાવ મુજબ 18 રાજ્યોમાં પોક્સો એક્ટ અંતર્ગત ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. જેમાં મહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, મેઘાલય, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, મણિપુર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ,આસામ અને હરિયાણા સામેલ છે.

પોક્સો એક્ટ, 2012માં સંશોધનને મંજૂરીઃ નાણા મંત્રાલયની વ્યય નાણા સમિતિ દ્વારા નવી કોર્ટ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી મળવાની બાકી છે. આ પહેલા કેન્દ્રીય કેબિનેટે બુધવારે પોક્સો એક્ટ,2012માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેમાં બાળ અપરાધોના આરોપીઓને મોતની સજા અને અન્ય કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે.

2016 સુધી દેશભરમાં દુષ્કર્મના 1 લાખ 33 હજાર કેસ બાકી હતાઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે, ડિસેમ્બર 2016 સુધી દેશભરની કોર્ટમાં દુષ્કર્મના 1 લાખ 33 હજાર અને પોક્સો એક્ટથી 90 હજાર 205 મામલાઓની સુનાવણી બાકી હતી. જે મામલાઓમાં ટ્રાયલમાં આવેલા તેમાથી 25.5% અને પોક્સો 29.6% કેસમાં સજા સંભાળવાઈ છે.

X
1023 fast track court will be set up in 18 states on sexual harassment and child molestation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી