શ્રીનગરમાં ઈમરજન્સી / ભારે બરફવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને લઇને આર્મીના 100 જવાનો અને 30 નાગરિકો 4 કલાક ચાલ્યા

સ્ટ્રેચર પર મહિલાને લઇ જતા આર્મીના જવાનો
સ્ટ્રેચર પર મહિલાને લઇ જતા આર્મીના જવાનો

  • ટાઇમસર મહિલાને સ્ટ્રેચર પર લઇને હોસ્પિટલ પહોંચાડી, બાળક અને મહિલા બન્ને સ્વસ્થ

Divyabhaskar.com

Jan 14, 2020, 11:00 PM IST
નેશનલ ડેસ્ક:અત્યારે જમ્મુ કાશ્મીરમાં બારે બરફવર્ષાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ સમયે શ્રીનગર પાસે એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઇમરજન્સી પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવા સમયે જાંબાઝ જવાનો તેની મદદે આવ્યા હતા. ભારતીય આર્મીના ચિનાર કોર્પ્સના 100 જવાનો 30 અન્ય નાગરિકો સાથે તે મહિલાને સ્ટ્રેચર પર લઇને ચાર કલાક સુધી ચાલ્યા હતા. બરફની વચ્ચે આ ભારે મહેનત વાળું કામ કરીને તેમણે યોગ્ય સમય સુધીમાં મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં બાળક અને મહિલાનું સ્વાસ્થ્ય સારું હોવાના સમાચાર છે.
X
સ્ટ્રેચર પર મહિલાને લઇ જતા આર્મીના જવાનોસ્ટ્રેચર પર મહિલાને લઇ જતા આર્મીના જવાનો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી