પુલવામામાં પોલિસ સ્ટેશન પર આતંકવાદીઓ ગ્રેનેડથી હુમલો કર્યો, 8 લોકો ઈજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશમીરમાં એક વાર ફરી આતંકવાદીઓએ હુમલો
  • નાગરિકોને હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે

પુલવામાઃ સોમવારે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશમીરમાં એક વાર ફરી આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલો પુલવામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી કરવામાં આવ્યો છે. આ હુમલામાં 8 લોકોને ઈજા પહોંચી છે.

આ અંગેના રિપોર્ટ્સ મુજબ આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જે પોલીસ સ્ટેશનની બહાર ફાટ્યો હતો. આ કારણે 8 જેટલા નાગરિકોને ઈજા પહોંચી છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ-કાશમીરમાં સતત આતંકી હુમલાઓ થઈ રહ્યાં છે. સોમવારે પણ પુલવામામાં હુમલો થયો હતો. જમ્મુ-કાશમીરના પુલવમાં થયેલા આ IED બ્લાસ્ટમાં બે જવાનો થઈ ગયા હતા. સોમવારે થયેલા આ હુમલામાં 9 જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હતી. આ બંને જવાનો મંગળવારે સવારે શહીદ થઈ ગયા હતા. આ અગાઉ મંગળવારે જ અનંતનાગમાં જવાનઓએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જયારે એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે, જયારે એક ઘાયલ થયો છે.

આતંકવાદીઓએ સોમવારે પુલવામામાં જવાનો પર હુમલો કર્યો હતો. 44 રાષ્ટ્રીય રાઈફલ્સ ગાડીઓને ત્યારે ઉડાવવામાં આવી હતી, જયારે તે અરિહાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ ગાડી બુલેટપ્રુફ હતી. આમ છતા 9 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.